જય હનુમાના; અગણિત બહુ નામા !

  • જય હનુમાના; અગણિત બહુ નામા !
  • જય હનુમાના; અગણિત બહુ નામા !

રાજકોટ તા,17
રાજકોટ શહેર રંગીલાની સાથે ધાર્મિક પણ બનતુ જાય છે અને શેરીએ શેરીએ અંજનીના જાથા હનુમાનજીના ભકતોની સંખ્યા વધતા હિન્દુ જાગરણ મંચના દાવા પ્રમાણે રાજકોટ શહેરમાં 1700થી વધારે હનુમાનજીના મંદિરો આવેલા અને માતા અંજનીને પણ યાદ ન રહે એટલા નામ છે જેમાં મિલિટરી, તાત્કાલીક, સુતા, મારફાડ, ભુલકણા, રોકડિયા, ઝિથરિયાથી માંડી લૂંટેરા હનુમાન પણ શહેરમાં છે અને હનુમાન જયંતીની પૂર્વ જાગરણ મંચના ધ્વજારોહણ કાર્યક્રમ દરમિયાન આ નામ બહાર આવતા શહેરીજનોમાં અચરજ જોવા મળી રહી છે.
રાજકોટ મહાનગરની અંદર પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ હિંદુજાગરણ મંચ તથા ધર્મજાગરણ સમન્વય વિભાગ દ્વારા હનુમાન જયંતીને અનુલક્ષીને રાજકોટ શહેરની અંદર આવેલ નાના - મોટા હનુમાન મંદિરમાં સાળંગપુરથી બાલાજી મંદિરમાં ધ્વજાનું પૂજન કરીને મંદિરમાં ધ્વજા રોપણ કરવામાં આવે છે. હિન્દુધર્મ સંસ્કૃતિ સંવર્ધન અને ઉત્થાન માટે હિન્દુ જાગરણ મંચ ફાર્ય કરી રહ્યું છે. આજ ઉદેશ્યને ધ્યાનમાં રાખીને અને સામાજિક સમરસતા અર્થે એક સુત્રતા રહે અને રાજકોટના વિવિધ હનુમાન ભકત યુવક મંડળો એક બીજાથી પરિચિત થાય અને સંગઠિત થાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
ગત તા.4/4/2019ના રોજ રાજકોટથી હિંદુજાગરણ મંચના પ્રાંત મંત્રિ રાજુભાઈ પિલ્લાઈ, મહાનગરના મંત્રિ વિક્રમસિંહ પરમાર, ધર્મજાગરણના મહાનગર સંયોજક રાજેશભાઈ શીંગાળા, સહસંયોજક રમેશભાઈ કકડ, મનસુખભાઈ લખતરિયા તથા મહેશભાઈ મિયાત્રા વગેરે કાર્યકર્તા સાળંગપુર હનુમાનજીની મુલાકાત લઈ બાલાજી મંદિરમાં ધ્વજાઓનું પુજન કરાવેલ તથા કોઠારી સ્વામી વિવેક સાગર સ્વામીજીના આશીર્વાદ મેળવેલ આ વર્ષે ઠ00થી વધુ મંદિર સુધી પહોંચવાની યોજના બનાવેલ છે અને હાલમાં રાજકોટ શહેરમાં કાર્યકર્તા દ્વારા ધ્વજાનું વિતરણ ચાલુ છે.
આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરના ધર્મજાગરણ સમન્વય તથા હિન્દુ જાગરણ મંચના તમામ કાર્યકર્તા જહેમત ઉઠાવી રહ્યા છે. રાજકોટ શહેરના યુવક મંડળો કે હનુમાન મંદિરના સંચાલકો ધ્વજા મેળવવા માટે વિક્રમસિંહ પરમાર - 93275 08181, રમેશભાઈ કકડ - 98255 56320, મહેશ મિયાત્રા મો.9428276051 સંપર્ક કરી શકશે. તેમ ‘ગુજરાત મિરર’ની મુલાકાતે આવેલ હોદ્દેદારોએ જણાવ્યું હતું.