વેલનાથ તિથિ ઉત્સવ નિમિત્તે ભવ્ય લોકડાયરો અને એવોર્ડ સમારોહ

  • વેલનાથ તિથિ ઉત્સવ નિમિત્તે ભવ્ય લોકડાયરો અને એવોર્ડ સમારોહ

જય વેલનાથ જય માંધાતા સમિતિ દ્વારા આયોજન રાજકોટ તા,17
જય વેલનાથ જય માંધાતા સમિતિ દ્વારા આયોજીત સંતશ્રી વેલનાથ તિથિ ઉત્સવ નિમિત્તે ભવ્ય લોકડાયરો તેમજ જ્ઞાતિ સેવા એવોર્ડ સમારોહનું આયોજન ચૈત્ર સુદ પૂનમ તારીખ 19/4/2019ને શુક્રવારે સાંજે 7:30 કલાકથી રાત્રે 12:30 કલાક સુધી શ્રી અરવિંદભાઈ મણિયાર હોલ, જયુબેલી બાગ, રાજકોટ ખાતે રાખેલ છે. તો અમુલ્ય પ્રસંગે સમાજના તમામ કાર્યરત વેલનાથ મંડળો અને માંધાતા ગ્રુપો તેમજ રાજકોટ શહેરના તમામ વિસ્તારના તથા રાજકોટ તાલુકા જિલ્લાના તમામ ગામના ચુંવાળિયા, તળપદા, ઘેડિયા સમસ્ત કોળી સમાજના અગ્રણી કાર્યકરોને આમંત્રણ પત્રીકાવિના પોતાની રીતે સ્વેચ્છાએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અનુરોધ છે. તેમ જય વેલનાથ જય માંધાતા સમિતિની યાદીમાં જણાવે છે. વધુ માહિતી માટે સંપર્ક મો.92283 60848, 79845 94424નો સંપર્ક કરવા જણાવાયુ છે. પ્રેસ મુલાકાત દરમિયાન દેવાંગ કુકાવા, કલ્પેશ બાવરિયા, ભાવેશભાઈ વાલાણી, અરુણાબેન મગવાનિયા, મનીષાબેન માલકિયા, કાજલબેન સાકરિયા, મયુરભાઈ બાવરિયા, રવીભાઈ ચારોલા, અલ્કેશભાઈ સીપરિયા વગેરે હાજર રહ્યા હતા.