રાજકોટમાં ચૂંટણી ખર્ચ કરવામાં ભાજપ કરતા કોંગ્રેસ આગળ

  • રાજકોટમાં ચૂંટણી ખર્ચ કરવામાં ભાજપ કરતા કોંગ્રેસ આગળ

 મોહનભાઈ કુંડારિયા કરતા લલિત કગથરાએ પાંચ લાખ વધુ ખર્ચ્યા: અપક્ષ ઉમેદવારો ટાઢાબોળ
રાજકોટ તા.17
રાજકોટ લોકસભા બેઠકમાં કરવામાં ભાજપ કરતા કોંગ્રેસના ઉમેદવાર આગળ છે જયારે અપક્ષ ઉમેદવારો ચૂંટણી પાછળ ખર્ચમાં ટાઢાબોળ બની ગયા છે.
રાજકોટ લોકસભા બેઠકમાં આજે ભાજપ-કોંગ્રેસ - બસપા સહિત તમામ 10 ઉમેદવારોએ ખર્ચના બીજીવાર હિસાબ રજૂ કર્યા હતા. પ્રથમ હિસાબની ચકાસણી 16મીએ કરવામાં આવી હતી.
ચાર દિવસ બાદ બીજીવાર રજૂ કરાયેલ ખર્ચના હિસાબોમાં કોંગ્રેસના લલીત કગથરાએ 21,79,797, ભાજપના 16,17,532, બસપાના વિજય પરમાર 32664, અપક્ષ અમરદાસ દેસાણીએ 30940, નાથાલાલ ચિત્રોડાએ 70750, જે.બી.ચૌહાણએ 16400, મનોજ ચૌહાણએ 14900, જસપાલસિંહ તોમરે 26100, પ્રવિણ દેગડાએ 18000, રાકેશ પટેલએ 25520નો ખર્ચ કર્યો છે.
ચાર દિવસમાં ચૂંટણી પાછળ ખર્ચ કરવામાં ભાજપ કરતા કોંગ્રેસના ઉમેદવારે વધુ ખર્ચ કર્યો છે. લલીત કગથરાએ ચાર દિવસમાં 7,20,232, મોહન કુંડારીયાએ 7,09,478નો ખર્ચ કર્યો છે. ખર્ચના ઓબ્ઝર્વર શંકર ગણેશ, નોડલ અધિકારી કમ ડીડીઓ અનિલ રાણાવસીયા સહિતના હાજર રહ્યા હતા.