જામનગરના બ્રેઈન ડેડ દર્દીએ ત્રણ લોકોને આપ્યું નવજીવન

  • જામનગરના બ્રેઈન ડેડ દર્દીએ ત્રણ લોકોને આપ્યું નવજીવન

જામનગર,તા.17
જામનગરના એક વેપારીને પેરાલીસીસનો હુમલો આવ્યા પછી બ્રેઈન ડેડ થયો હતો.
આથી તેના પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવા નિર્ણય કયો હર્તો
આ પછી ગત રાત્રે અમદાવાદથી ડોકટરોની ટુકડી જામનગર આવી હતી અને લિવર, કીડની અને આંખોનું
સફળ ઓપરેશન કરી અન્ય દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવા જરૂરી કામગીરી હાથ ધરી હતી.
જામનગરમાં જનતા ફાટક પાસે શાંતી નગરમાં રહેતા અને કુરીયર્સના વ્યવસાય સાથે સંકળાયેલા જીગ્નેશભાઈ કેશુભાઈ વિરાણી ઉ.વ.4પ ને બે દિવસ પહેલા પેરાલીસીસનો હુમલો આવ્યો હતો આથી તેમને સારવાર માટે જામનગરની જે.સી.સી.આઈ. નામની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જયાં તેમના જરૂરી પરિક્ષણ કરવામાં આવતાં તેમનું બ્રેઈન ડેડ હોવાનું જણાતુ હતુ.
આથી પરિવાર માથે આભ ફાટી પડયુ હતુ. આવી કપરી સ્થિતિમાં તેમનાં માતા, પત્ની, બાળકો તથા કૌટુમ્બના નજીકનાં સગાઓએ તેમના માનવ અવયવોનું દાન કરી અન્યને નવજીવન આપવાનો કઠીન નિર્ણય કર્યો હતો.
આ પછી જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજ, જી.જી. હોસ્પીટલ તથા રાજકોટની સેવાભાવી સંસ્થાનો સંપર્ક કર્યો હતો. અને તેમની મદદથી અમદાવાદની નિષ્ણાંત ડોકટરોની ટીમ જામનગર બોલાવવામાં આવી હતી અને ગત મોડી રાત્રે ઓપરેશન કાર્ય શરૂ કર્યુ હતુ. તે આજે સવારે અગ્યારેક વાગ્યા સુધી ચાલુ રહ્યુ હતુ. જેમાં આ યુવાનની બે કીડની, એક લીવર અને બે આંખોનું સફળતા પુર્વક ઓપરેશન પર પાડવામાં આવ્યુ હતુ.અને સુરક્ષીત આ અવયવો અમદાવાદ લઈ જવાયા હતા. અને અમદાવાદમાં અન્ય જરૂરત મંદ દર્દીઓને આ પાંચેય અંગો બેસાડવાની પ્રક્રીયા શરૂ કરવામાં આવી હતી. આમ એક યુવાનનાં માનવ અંગો હવે અન્ય પાંચ માનવ દેહમાં જોવા મળશે.