બેટ દ્વારકામાંથી વિશાળ શાર્કનો મૃતદેહ મળ્યો

  • બેટ દ્વારકામાંથી વિશાળ શાર્કનો મૃતદેહ મળ્યો

ગઈકાલે મરીન કમાન્ડો અને એસ આર ડી ટીમ તેમના રેગ્યુલર પેટ્રોલિંગ ની કામગીરી પર હતા ત્યારે બેટ દ્વારકા પાછળ ખાડી વિસ્તાર ખાતેથી વહેલ શાર્ક જીવ એકનો મૃતદેહ તરતો જોવા મળેલ જેથી મરીન કમાન્ડો દ્વારા તાત્કાલિક ફોરેસ્ટના અધિકારીઓને આ બાબતની જાણ કરેલ અને અધિકારીની સૂચના મુજબ  મૃતદેહને ઓખા કોસ્ટગાર્ડની કનકાઈ જેટી પર  લાવવામાં આવતા ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. વહેલ શાર્ક વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972થી રક્ષિત અનુસૂચિ એકનું દરિયાઈ પ્રાણી છે.