કપિલ શર્માના શોમાં ગોંડલના યુવાનની જમાવટ

  • કપિલ શર્માના શોમાં ગોંડલના યુવાનની જમાવટ

પેરિને વરુણ ધવનને પુછ્યું, ‘છોકરીઓ પરેશાન કરતી હોય તો શું કરવું ?’ ગોંડલ તા,17
કપિલ શર્માનો શોમાં ફિલ્મ પ્રમોટ કરવા માટે અનેક કલાકારો આવતા હોય છે અને ઓડીયન્સના સવાલોના જવાબો પણ આપ્તાહોય છે, તાજેતરમાં જ કલંકની સ્ટારકાસ્ટ જ્યારે ફિલ્મને પ્રમોટ કરવા માટે કપિલના શોમાં પહોંચી તો કંઈક એવું બન્યું કે વરુણ ધવન, આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિંહા, આલિયા ભટ્ટ તમામ લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા.
કપિલ શર્માના શોમાં ગોંડલ નો એક ગુજરાતી યુવક પહોંચ્યો અને તેણે વરુણ ધવનને પોતાનો સવાલ પૂછ્યો. આ સવાલ કંઈક એવો હતો કે વરુણ, આલિયા, આદિત્ય, સોનાક્ષી અને કપિલ તમામ લોકો સવાલ સાંભળીને જ ખડખડાટ હસી પડ્યા. ઘટના કંઈક એવી હતી કે પેરિન મનોજભાઈ કાલરિયાએ વરુણ ધવનને તેનું જ ગીત ગણપતિ બાપ્પા મોરિયા, પરેશાન કરે છોરિયાં ગીત યાદ કરાવીને કહ્યું કે મને બહુ બધી છોકરીઓ એક સાથે મળે તો પ્રોબ્લેમ થાય છે. વરુણ ધવને પેરિનની આ સમસ્યાનો ઉકેલ આપ્યો, પણ આ તમામ ઘટનાએ પ્રેક્ષકોની સાથે સાથે કલંકની સ્ટારકાસ્ટને હસાવીને લોટપોટ કરી દીધા.
પેરિનના સવાલ બાદ વરુણ ધવને તેને સ્ટેજ પર બોલાવ્યો અને સોનાક્ષી સિંહા, આલિયા ભટ્ટની વચ્ચે બેસાડી પૂછ્યુ કે હવે કેવું લાગે છે. પછી વરુણ ધવન અને આદિત્ય રોય કપૂર પણ પેરિનની સાથે સોફા પર બેસી ગયા. બાદમાં વરુણ ધવને પેરિનને ભણવા પર ધ્યાન આપવાની સલાહ આપી.
પેરિન કાલરિયા મૂળ ગોંડલના જવાહરનગર માં રહે છે અને હાલ તે મુંબઈમાં એક્ટિંગ શીખી રહ્યો છે. આ ઘટના બાદ પેરિન વરુણ ધવનનો ફેન બની ચૂક્યો છે. પેરિને કહ્યું કે વરુણ ધવન મસ્ત વ્યક્તિ છે, ફ્રેન્ડલી છે, જરાય સ્ટારડમ જેવું નથી.થ પેરિનને તો પોતાના સવાલથી ચારે ચાર બોલીવુડ સ્ટાર સાથે બેસવાનો મોકો મળ્યો તો પેરિનના સવાલે પણ આ ચારેય સ્ટાર્સને ઈમ્પ્રેસ કરી દીધા.