ખમ્મા... ધારાસભ્ય અરવિંદ રૈયાણી ધૂણવા લાગ્યા

  • ખમ્મા... ધારાસભ્ય અરવિંદ રૈયાણી ધૂણવા લાગ્યા
  • ખમ્મા... ધારાસભ્ય અરવિંદ રૈયાણી ધૂણવા લાગ્યા

રાજકોટ તા,17
લોકસભાની ચૂંટણી દરમિયાન માતાજીના માંડવાને લઈને રાજકારણ ગરમાયું છે. રાજકોટમાં એક બાદ એક નેતાઓ માતાજી ના માંડવામાં ધૂણી રહ્યા છે. હાલમાંજ રાજકોટમાં યોજાયેલા માતાજીના એક માંડવામાં લોકસભાના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાના હાજરીમાં ભાજપી નેતાઓ ધૂણ્યા હતા.
આ માંડવાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી સાથે જિલ્લા ના ભાજપ ના સહકારી આગેવાન બાબુ નસીત પણ ધૂંણયા હતા. રાજકોટ નજીક આવેલા લોઠડા ગામે માતાજીના માંડવા માં બાબુ નસીત અને અરવિંદ રૈયાણી સાંકળો મારી રહ્યાં હોય તેવું વીડિયોમાં દેખાય છે.. બાબુ નસીત ની સાથે રાજકોટ લોકસભાના ઉમેદવાર મોહન કુંડાંરીયા પણ હાજર હતા.
આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ જણાવ્યું, અત્યારે જ હાલમાં ચૈત્રી નવરાત્રી ગઈ છે, ત્યારે ધારાસભ્ય તરીકે દરેક પરિવારના માંડવામાં અમને આમંત્રણ હોય છે, જ્યારે ભૂવાને પગે લાગીએ ત્યારે પ્રસાદી રૂપે ત્રણ કોરડા અમે લેતા હોઈએ છીએ, વીડિયોમાં એ જ છે, ખાસ કરીને કુળદેવીને બધા લોકો માનતા હોય તો અમે પણ માનીએ છીએ અને માતાજી પાસે અમે કઈક અને કઈક માંગતા હોઈએ છીએ અને માતાજી આપતા પણ
હોય છે, આ અમારી આસ્થા સાથે જોડાયેલો વિષય છે, અમે આગળ પણ માંડવાના દર્શને જઈશું.
અન્ય એક માંડવે ઉપસ્થિત રહેલા જિલ્લા પંચાયતના આગેવાન બાબુ નસીત અને લોકસભાના ઉમેદવાર મોહન કુંડારિયા આ માંડવો રાજકોટના કુવાડવા નજીકના ગામે યોજાયો હતો.
જેમાં પૈસાની ઘોર વચ્ચે લોકો પોતાના ખભ્ભે કોરડા મારી રહ્યાં હતા. જોકે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં માતાજીના માંડવા ખૂબ જ પ્રચલિત છે, જેમાં ભૂવા ધૂણી અને માતાજીની આરાધાના કરે છે. તાજેતરમાંજ ચૈત્રી નવરાત્રિ સમાપ્ત થઈ હોવાથી આ દિવસો દરમિયાન માંડવા યોજાતા રહે છે.