વાવાઝોડાંની ઝડપે સહાય જાહેર કરતા વડાપ્રધાન મોદી

  • વાવાઝોડાંની ઝડપે સહાય જાહેર કરતા વડાપ્રધાન મોદી

રાજકોટ : વેસ્ટર્ન ડિસ્ટર્લન્સના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમા હવામાનના ગઈકાલે આવેલા પલ્ટાએ ભારે તબાહી મચાવી હતી. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરિયાણા, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને નવી દિલ્હીમાં તીવ્ર વાવાઝોડુ ફૂંકાયું હતું અને વીજ-કડાકા સાથે વરસાદ ખાબકયો હતો. જેમાં દેશભરમાં પ્રાથમિક અહેવાલો પ્રમાણે કુલ 35 લોકોના મોત નિપજ્યા હતા અને 40થી વધુ ઘવાયા હતા. મૃતકોમાં ગુજરાતના 11 લોકોનો સમાવેશ થાય છે. (અનુસંધાન પાના નં. 8)
કેન્દ્ર સરકારે આ વિપદા સામે વિહિત પગલા જાહેર કરી મૃતક દીઠ રૂપિયા 2 લાખની સહાય અને ઘાયલોને વ્યક્તિદીઠ રૂપિયા 50,000ની સહાય જાહેર કરી છે.