વારાણસીમાં મોદી સામે પ્રિયંકા નકકી?

  • વારાણસીમાં મોદી સામે પ્રિયંકા નકકી?

નવી દિલ્હી, તા.17
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડશે એવી અટકળોનો માહોલ હવે વધુ ગરમાયો છે. જ્યારે આ વિશે પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રાએ નિવેદન આપી મહત્વના સંકેત આપ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ રોબર્ટ વાડ્રાને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો તેમને સીધે જવાબ ન આપીને ઇશારામાં સંકેત આપતા કહ્યું કે પ્રિયંકા આ માટે તૈયાર છે. વાડ્રાએ કહ્યું કે પાર્ટી જે પણ જવાબદારી આપશે અમે તેને પૂરી કરીશું. એક ખાનગી મીડિયાને ઈન્ટરવ્યૂ આપતા જ્યારે વાડ્રાને પૂછવામાં આવ્યું કે સામાન્ય જનતા
નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીમાંથી કોના વાયદાઓ પર વિશ્વાસ કરશે ત્યારે તેમને કહ્યું કે,અમે લોકો મહેનત કરી રહ્યા છે અને લોકો પરિવર્તન ઇચ્છે છે. આ વખતે કોંગ્રેસ પાર્ટીની જીત થશે કારણ કે અમે સખત મહેનતની સાથે કામ કરી રહ્યા છીએ.
ઉપરાંત જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે પ્રિયંકા ગાંધી વારાણસીથી નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડશે તો તેમને કહ્યું કે,સ્ત્રપાર્ટી જે પણ જવાબદારી આપશે તેની માટે અમે પૂરજોશ સાથે લડીશું અને કામ કરીશું. જોકે આ વિશે અંતિમ નિર્ણય પાર્ટી લેશે.થ ઉલ્લેખનીય છે કે આ પહેલા પ્રિયંકા ગાંધીએ પણ વારાણસીથી ચૂંટણી લડવાના સંકેત આપ્યા હતા.