આખરે વેલ્લોરની ચૂંટણી રદ્દ; રાષ્ટ્રપતિની મંજૂરી

  • આખરે વેલ્લોરની ચૂંટણી રદ્દ; રાષ્ટ્રપતિની મંજૂરી

લોકસભાની ચૂંટણી રદ્દ થઇ હોય તેવો આઝાદ હિન્દુસ્તાનનો પ્રથમ કિસ્સો: વેલ્લોરમાં કાલે મતદાન થવાનું હતું
વેલ્લૌર/નવી દિલ્હી: ચૂંટણી પંચે તામિલનાડુના વેલ્લૌર સંસદીય વિસ્તારમાં ચૂંટણી રદ કરી છે. આ મહિને જ ડીએમકેના એક ઉમેદવારના કાર્યાલય પાસેથી આશરે 11.5 કરોડ રુપિયા જપ્ત કરવામાં આવ્યાં હતાં.
મતદાનના બીજા દિવસે વેલ્લૌરમાં 18 એપ્રિલના રોજ ચૂંટણી થવાની હતી. ચૂંટણી પંચે આ સંબંધમાં રાષ્ટ્રપતિને ભલામણ મોકલી હતી. લોકસભા ચૂંટણીની અધિસૂચના રાષ્ટ્રપતિ જાહેર કરે છે તો ચૂંટણી રદ કરવી પણ તેમના જ અધિકાર હેઠળ આવે છે.
ચૂંટણી પંચે પોતાના એક નિવેદનમાં કહ્યું કે,8217;ચૂંટણી પંચની ભલામણ પર રાષ્ટ્રપતિએ વેલ્લૌરમાં ચૂંટણી રદ કરવાના નિર્ણયને મંજૂરી આપી હતી.8217; મતદારોને પ્રભાવિત કરવા માટે રુપિયાનો દુરુપયોગના આરોપમાં કોઈ સંસદીય સીટ પર લોકસભા ચૂંટણી રદ થઈ હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.
નોંધનીય છે કે ડીએમકે ઉમેદવારના કાર્યાલયથી થોડા દિવસો પહેલા કથિત રીતે રોકડ રકમ મળી આવી હતી. જિલ્લા પોલીસે ડીએમકે કેન્ડિડેટ કાતિર આનંદ અને પાર્ટીના બે અન્ય પદાધિકારીઓ પર કેસ દાખલ કર્યો હતો.
આ કેસ દસ એપ્રિલના રોજ ઈન્કમ ટેક્સ વિભાગના એક રિપોર્ટના આધારે તૈયાર કરવામાં આવ્યો હતો.
આનંદ સામે જનપ્રતિનિધિ કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમના પર આરોપ છે કે તેમણે ઉમેદવારી પત્રમાં ખોટી જાણકારી આપી છે. જ્યારે શ્રીનિવાસન અને દામોદરન પર પણ લાંચ લેવાનો આરોપ છે.