રાજકોટ સહિતનાં શહેરોમાં ભાજપ કરશે ‘થ્રી-ડી’ પ્રચાર

  • રાજકોટ સહિતનાં શહેરોમાં ભાજપ કરશે ‘થ્રી-ડી’ પ્રચાર

 40 ફૂટના પડદા પર લાઈટ એન્ડ સાઉન્ડની આકર્ષક જૂગલબંધી
અમદાવાદ તા,17
લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો વધુમાં વધુ લોકો સુધી પહોંચવા અને લોકોનો રસ જાળવી રાખવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી ટેકનોલોજી અને ઈનોવેશન પર ખાસ ધ્યાન આપવા લાગ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉની ચૂંટણીમા 3ડી હોલોગ્રામ
ટેકનિકનો ઉપયોગ કર્યો હતો અને રથ કે વ્હિકલના માધ્યમથી ધૂમ પ્રચાર કર્યો હતો. આ વખતે ભાજપ 3ડી પ્રોજેક્શન મેપિંગનો ભરપૂર ઉપયોગ કરશે. અમદાવાદ સ્થિત કંપની ડેટા ક્રોસ સોલ્યુશને વિકસાવેલી વિઝ્યુઅલ અને સાઉન્ડ ઈફેક્ટથી ભાજપ ગુજરાતમાં અમદાવાદ સહિત ચાર સ્થળો પર થ્રીડી પ્રોજેક્શન મેપિંગથી પ્રચાર કરશે.
ભાજપના નેતા અને ઈલેકશન મેનેજમેન્ટ સેલના ક્ધવીનર મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે, ‘અમદાવાદમાં વસ્ત્રાપુર ઉપરાંત અન્ય શહેરોમાં રાજકોટ, અમરેલી, વડોદરામા પ્રોજેકશન મેપિંગ દ્વારા પ્રચાર કરાશે. આ ટેકનોલોજીમાં 40 ફૂટના પડદા પર લાઈટ અને સાઉન્ડ બંનેના કારણે પ્રભાવક અસર પેદા થાય છે.
અગાઉ ભાજપે થ્રીડી હોલોગ્રામ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રચાર કર્યો હતો. જેનો ઉપયોગ પછી દેશભરમાં થયો હતો. પરંતુ પ્રચાર માધ્યમમાં આ ટેકનોલોજીનો સૌ પ્રથમ ઉપયોગ કરવાનું શ્રેય તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ફાળે જાય છે. પ્રોજેકશન મેપિંગ પણ આવા જ પ્રકારની અસર ઉપજાવતી ટેકનોલોજી છે અને તેનો ઉપયોગ ચૂંટણીમાં સતત વધતો જશે.
ભારતમાં રાજકારણ ક્ષેત્રે આ ટેકનોલોજી નવી છે, પરંતુ માર્કેેટીંગ દઈવેન્ટમાં અમદાવાદની કંપની તેનો ઉપયોગ કરી ચૂકી છે. તેમાં 10 માળના ટાવર પર પ્રોજેકશન કરીને પ્રમોશન કરવામાં આવે છે.
પ્રચારમાં મતદારોને આકર્ષવા નવા પ્રયાસ
*વિઝ્યુઅલ્સ અને સાઉન્ડની મદદથી પ્રભાવ પેદા કરશે
*વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉની ચૂંટણીમાં 3ડી હોલોગ્રામ ટેકનિકની ઉપયોગ કર્યો હતો.
* અમદાવાદ સ્થિત કંપની ડેટા ક્રોસ સોલ્યુશને વિકસાવેલી વિઝ્યુઅલ અને સાઉન્ડ ઈફેકટથી ભાજપ ગુજરાતમાં અમદાવાદ સહિત ચાર સ્થળો પર થ્રીડી પ્રોજેકશન મેપિંગથી પ્રચાર કરશે.