ચીન મોદી પર ઓળઘોળ: નહેરૂ કરતાં પણ વધુ લોકપ્રિય ગણાવ્યા

  • ચીન મોદી પર ઓળઘોળ: નહેરૂ કરતાં પણ વધુ લોકપ્રિય ગણાવ્યા

 ડિપ્લોમેસીના મામલે મોદીએ ભારત તરફ દુનિયાનું ધ્યાન આકર્ષિત કરાવ્યું : ગ્લોબલ ટાઇમ્સ
નવી દિલ્હી, તા.17
ચીનના મીડિયા એ ભારતીય વડાપ્રધાન મોદીના જોરદાર વખાણ કર્યા છે. ચીની મીડિયાનું કહેવું છે કે પીએમ મોદીએ પોતાના પાંચ વર્ષના કાર્યકાળમાં ભારત-ચીન સંબંધોને નવો આયામ આપ્યો છે. ચીની મીડિયાએ આશા વ્યક્ત કરી છે કે આગળ કોઇપણ સરકાર બને ચીનની સાથે ભારતના આવા જ મજબૂત સંબંધ બની રહેશે. ચીની મીડિયા એ ચીનમાં લોકપ્રયિતાના મામલામાં પીએમ મોદીને નહેરૂ કરતાં પણ આગળ ગણાવ્યા છે.
ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં છપાયેલા એક સંપાદકીય લેખમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને આ ચૂંટણીમાં કોંગ્રેસ સામે જોરદાર મુકાબલો સામનો કરવો પડી રહ્યો છે. એ કહેવું મુશ્કેલ છે કે આ વખતે ભાજપને પહેલાં જેવી બહુમતી મળશે કે નહીં. પરંતુ ડિપ્લોમેસીના મામલામાં જુઓ તો મોદી એ ગયા વર્ષે ભારતની તરફ
દુનિયાનું ધ્યાન આકર્ષિત કરાવ્યું છે.
અખબારે કહ્યું કે ચીની સમાજ જે પહેલાં ભારતના પ્રત્યે ઓછું રસ દાખવતું હતું, ત્યાં મોદીની લોકપ્રિયતા અને પ્રભાવ પહેલાં વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ સહિત કોઇપણ ભારતીય નેતાના મુકાબલા કરતાં વધુ છે. તમામ ઉતાર-ચઢાવ છતાંય બેઇજિંગ અને નવી દિલ્હીના સંબંધોમાં છેલ્લાં પાંચ વર્ષમાં જબરદસ્ત પ્રગતિ થઇ છે.
2014ની ચૂંટણીમાં મોદીને ચીની મીડિયામાં વ્યાપક કવરેજ મળ્યું હતું. પીએમ બન્યા બાદ મોદી એ ચીની સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ખોલ્યું અને ચીનના નેટિજન સાથે સીધા જોડાયા. તેના લીધે ચીનમાં તેમની લોકપ્રિયતા વધુ વધી ગઇ. મોદીના લીધે ચીની મીડિયા એ ભારતનું કવરેજ વધાર્યું અને હવે ચીની સમાજ પોતાના આ પાડોશી દેશ પર વધુ ધ્યાન આપી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ ચીનની સત્તાવાર મુલાકાત તો એક જ વખત કરી છે, પરંતુ કેટલાંય સંમેલનોમાં સામેલ થવા માટે કેટલીય વખત ચીન ગયા. ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગની સાથે પીએમ મોદીએ સારા સંબંધો બનાવ્યા છે અને તેમના કાર્યકાળમાં બંને દેશોની વચ્ચે સંબંધ મજબૂત થયા છે.
અખબારે કહ્યું કે પીએમ મોદીના આ પ્રયાસોથી બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય વેપાર 2014ના 70 અબજ ડોલરની સરખામણીમાં 2018મા વધી 95.54 અબજ ડોલર સુધી પહોંચી ગયું. બંને દેશોના લોકોની વચ્ચે પરસ્પર સંપર્ક પણ વધ્યો છે. મોદીના કાર્યકાળમાં અમેરિકા અને જાપાનની આપત્તિ છતાંય ભારત એશિયન ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેન્કમાં સામેલ થયું, જે ચીનની પહેલ પર શરૂ થઇ છે. બંને દેશોની વચ્ચે ઐતિહાસિક વિવાદ અને નવા વિરોધાભાસ છે, પરંતુ મોદી સરકાર ગૂટ નિરપેક્ષ નીતિને અપનાવે છે. તેમ છતાંય અમેરિકાએ તેને ચીન પર કાબૂ મેળવવા માટે પોતાની રણનીતિમાં જોડવાનો પ્રયાસ કર્યો. બોકસ
મસૂદ અઝહર અને દલાઇ લામા બાબતે અણગમો
જોકે ચીની મીડિયા એ કેટલીય એવી સમસ્યાઓની તરફ પણ ઇશારો કર્યો છે જેનાથી તેમના મતે પીએમ મોદીએ નજરઅંદાજ કર્યો છે. અખબારનું કહેવું છે કે ભારતે મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવાના મામલામાં ચીન વિરોધી ભાવને વધવા દીધા. જેથી કરીને બંને દેશોની વચ્ચે સંબંધોને નુકસાન થયું. આ જ રીતે મોદી સરકારે દલાઇ લામાને રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રિત કર્યા અને તેમને અરૂણાચલ પ્રદેશમાં જવાની મંજૂરી આપી એક રીતે નતિબેટ કાર્ડથ રમ્યા છે.
ચીની મીડિયા એ 2017માં ડોકલામમાં ભારતીય સેનાઓ અને ચીનની સેનાની વચ્ચે ગતિરોધના મામલામાં પણ મોદી સરકારના વખાણ કર્યા છે. અખબારે કહ્યું કે તાજેતરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલી ટકરાવના મામલાથી વિપરીત પીએમ મોદીએ આ મામલામાં સીધો રસ દાખવ્યો અને આ દરમ્યાન ચીનની વિરૂદ્ધ કોઇ શત્રુતાપૂર્ણ નિવેદન આપ્યું નથી. બંને દેશોના નેતાઓના દ્વિપક્ષીય સંબંધોના લીધે સ્થિતિ સામાન્ય થઇ ગઇ.