છેલ્લા 5 વર્ષમાં 2018-19ની નિકાસમાં 9 ટકાની વિક્રમી વૃદ્ધિ

  • છેલ્લા 5 વર્ષમાં 2018-19ની નિકાસમાં 9 ટકાની વિક્રમી વૃદ્ધિ

નવી દિલ્હી તા.17
સરકારે નાણાં વર્ષ 2018-19 ના નિકાસનો આંકડો રજુ કર્યો છે. આ આંકડા પ્રમાણે નિકાસમાં વાર્ષિક વૃદ્ધિ 9 ટકા થઇ છે અને 331 અબજ ડોલર પહોંચી છે. આ વૃદ્ધિએ 2013-14 નો રેકોર્ડ તોડયો છે ત્યારે નિર્યાત 314.4 અબજ ડોલર નોંધાઇ હતી. જ્યારે માર્ચમાં નિકાસમાં 11 ટકાની વૃદ્ધિ નોંધાઇ હતી જે ઓકટોબર 2018 પછી નિકાસ મોટી માસિક વૃદ્ધિ છે. આ સમયે નિકાસ 17.86 ટકા વધી હતી. ફાર્મા, સરાયણ અને એન્જીનીયરીંગ જેવા ક્ષેત્રોમાં ઊંચી વૃદ્ધિના કારણે કુલ નિકાસમાં વધારો થયો છે.
આ તરફ વાણિજ્ય મંત્રાલયના નિવેદન જારી કરીને કહ્યું, વૃશ્ર્ચિક મંદીના રૂપમાં આવેલા મોટા ઘટાડા પછી છતાં વ્યાપારીક નિર્યાત 2018-19 માં 331 અબજ ડોલર નોંધાઇ છે જે હવે ઉચ્ચ સ્તરે છે. જે 2013-14 ના 314.4 અબજ ડોલરના સ્તરની આગળ નીકળી ગઇ છે. આ ઉપલબ્ધી પડકારજનક વૈશ્ર્વિક માહોલમાં હાંસલ કરાઇ છે.
આ દરમિયાન વેપારમાં ઘટાડો ઓછો થઇને 10.89 અબજ ડોલર થઇ ગયો છે. સોનાની આયાત માર્ચમાં 31.22 ટકા વધીને 3.27 ડોલર પર પહોચ્યો છે. કાચા તેલની આયાત 5.55 ટકાની વૃદ્ધિ સાથે 11.75 અબજ ડોલર રહ્યો. આખા નાણાકીય વર્ષ 2018-19 માં આયાત 8.99 ટકા વધીને 507.44 અબજ રહી. નાણા વર્ષ દરમિયાન વેપારમાં નુકસાન ઘટીને 176.42 અબજ ડોલર રહ્યું. જે 2017-18માં 162 અબજ ડોલર હતું.

ગ્રોથનું કારણ શું ?
નિકાસના મુખ્ય સંગઠન ફિયોના અધ્યક્ષ ગણેશકુમાર ગુપ્તા કહે છે કે, સંરક્ષણવાદ, મુશ્કેલ વૈશ્ર્વિક સ્થિતિ અને સ્થાનિક અડચણો છતાં નિકાસમાં વધારો થયો છે. ગુપ્તા કહે છે કે નિકાસકારોની ક્રેડીટ ફલો, રીસર્ચ અને વિકાસ માટે ઉંચા કરમાં ઘટાડો, જીએસટીથી સંપૂર્ણ છુટ, વિદેશી પ્રવાસીઓને વેચાણ પર લાભ જેવા સમર્થન તાત્કાલીક ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. મંત્રાલયે કહ્યું કે 2016-17 ના કુલ સ્નિકાસ સતત વધ્યા છે. વસ્તુઓ અને સેવાઓ કુલ મળીને નિકાસ 2018-19 માં 7.97 ટકાની વૃદ્ધિ સાથે 535.4 અબજ ડોલર રહેવાનું અનુમાન છે. જો કે, આંકડા પ્રમાણે ફેબ્રુઆરી 2019 માં સેવા નિકાસ 6.54 ટકા ઘટીને 16.58 અબજ ડોલર રહ્યો. આ દરમિયાન સેવાઓના આયાત પર 11 ટકા ઘટીને 9.81 અબજ ડોલર પર આવી ગયો છે.
કયા ક્ષેત્રે વૃદ્ધિ ?
નાણા વર્ષ દરમિયાન જે ક્ષેત્રોમાં ઉલ્લેખનીય વૃદ્ધિ નોંધાઇ છે તેમાં પેટ્રોલિયમ 28 ટકા, પ્લાસ્ટીક 25.6 ટકા, રસાયણ 22 ટકા, ફાર્માસ્યુટીકલ્સ 11 ટકા અને એન્જીનીયરીંગ 6.36 ટકાનો સમાવેશ થાય છે. આંકડા મુજબ એપ્રિલ-માર્ચ 2018-19 માં કાચા તેલની આયાત 29.27 ટકા વધીને 140.47 અબજ ડોલર પર પહોચી ગયો. જ્યારે નોન-ઓઇલ આયાતમાં 2.82 ટકાની વૃદ્ધિ થઇ. જ્યારે ટ્રેડ પ્રમોશન કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના ચેરમેન મોહિત સિંગલાએ કહ્યું કે વૈશ્ર્વિક પડકારો છતાં નિકાસનું પ્રદર્શન અત્યાર સુધીમાં સૌથી સારું છે. તેમણે કહ્યું કે અમે ખાદ્ય જીન્સ જેવા નવા ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રીત કરવા માગીએ છીએ જેનાથી વૃદ્ધિમાં વધારો થઇ શકે.