રાજકીય ફાયદા માટે મોદી પાક. પર હુમલો કરાવશે: મહેબૂબા મુફ્તી

  • રાજકીય ફાયદા માટે મોદી પાક. પર હુમલો કરાવશે: મહેબૂબા મુફ્તી

શ્રીનગર,તા. 17
પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુક્તીએ મોદી સરકાર પર રાષ્ટ્રીય સુરક્ષાના નામે ડર પેદા કરી ચૂંટણીલક્ષી માહોલ પેદા કરવાની કોશિશ કરવાનો આરોપ લગવ્યો. તેમણે કહ્યુ કે મોદી સરકાર રાજકીય ફાયદા માટે ફરીવાર પાકિસ્તાન ઉપર હુમલો કરવાની તૈયારી કરી રહી છે. મોદી સરકાર બાલાકોટમાં હુમલો કર્યો હોવાનો દાવો કરે છે. પહેલા તબક્કામાં ભાજપની હાર થવાની છે. એટલે બાકીના તબક્કામાં જીત હાંસલ કરવા મોદી સરકાર રાષ્ટ્રીય સુરક્ષાના નામે ડર પેદા કરાવની કોશિશ કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે મુફ્તિએ આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે પીએમ મોદીએ એક રેલીમાં જણાવ્યુ હતુ કે, પુલવામા હુમલા બાદ અમારી સરકારે આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને માર્યા છે.