કંકુ છાંટી... નહીં, રૂપિયા ટાંકી લખી કંકોતરી!

  • કંકુ છાંટી... નહીં, રૂપિયા ટાંકી લખી કંકોતરી!

અમદાવાદ: સોશિયલ મીડિયામાં અવાર નવાર કોઈને કોઈ વિડીયો વાઈરલ થતા રહે છે. કંઈક આવો જ એક વધુ વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો એક કંકોત્રીનો છે. જો તમારા ઘરે આવી કંકોત્રી આવશે તો તમે તો ખુશ જ થઈ જશો. આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિના હાથમાં રહેલી કંકોત્રી ખોલે છે. જેમાં તમને અનેક રૂપિયાની નોટો દેખાશે. કંકોત્રીની અંદરની બાજુ પણ આવી જ નોટો ચિપકાવેલી છે.  આ વિડીયો કોણે અને ક્યારે બનાવ્યો તે અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. શક્યતા એવી પણ છે કે રમૂજ માટે કોઈ આ વિડીયો બનાવ્યો હોઈ શકે છે. સોશિયલ મીડિયામાં આ પ્રકારના વિડીયો વાઈરલ થતા રહે છે.