‘યે હૈ મહોબ્બતે’ જૂન પછી ઓફ એર થશે

  • ‘યે હૈ મહોબ્બતે’ જૂન પછી ઓફ એર થશે

મુંબઇ: કરણ પટેલ અને દિવ્યાંકા ત્રિપાઠીના પોપ્યુલર શો ‘યે હૈ મહોબ્બતે’ના ફેન્સ માટે માઠા સમાચાર છે. રિપોર્ટ્સ અનુસાર શો જૂનમાં ઑફ એર થઇ જશે. આજકાલ શોની ટીઆરપી પણ ઘટી ગઇ છે. મેકર્સ શોને ચાલુ રાખવા માટે તમામ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ લઇને આવી રહ્યાં છે. શોમાં નવા કિરદારો અને નવા પ્લોટ પણ લાવવામાં આવ્યાં પરંતુ શોની ટીઆરપી સતત ઘટી રહી છે.
હવે રિઝલ્ટ્સ જોતાં મેકર્સે શો બંધ કરવાનો નિર્ણય લીધો છે. એક અહેવાલ અનુસાર શોમાં આલિયા ભલ્લાના કિરદારમાં જોવા મળતી એક્ટ્રેસ કૃષ્ણા મુખર્જીએ શોના જૂનમાં ઑફ એર થવાની ખબરોને ક્ધફર્મ કરી છે.
દુખ વ્યક્ત કરતાં એક્ટ્રેસે કહ્યું કે હું નથી જાણતી કે શો શા માટે બંધ થવા જઇ રહ્યો છે જ્યારે શોને ઠીકઠાક ટીઆરપી મળી રહી છે. શો છોડવો ઘણો મુશ્કેલ છે. અહીં પણ આખી ફેમિલી છે અને પરિવારને છોડીને આગળ વધવું તકલીફ આપે છે. હું બધાને મિસ કરીશ. જણાવી દઇએ કે અગાઉ પણ એવી ખબરો હતી કે શો ફેબ્રુઆરીમાં બંધ થઇ જશે. પરંતુ તેને લઇને કોઇ ઓફિશિયલ ક્ધફર્મેશન નથી આવ્યું. શોનો ફર્સ્ટ એપિસોડ 3 ડિસેમ્બર 2013ના રોજ ઓનએર થયો હતો. શો 6 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. શરૂઆતમાં ઇશિતા અને રમનની લવ સ્ટોરી દર્શાવવામાં આવી હતી જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.