‘પંત’ને ક્યું ‘તંત’ નડ્યું ?

  • ‘પંત’ને ક્યું ‘તંત’ નડ્યું ?

મુંબઈ : વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને બદલે અનુભવી કાર્તિકને વર્લ્ડ કપની ટીમમાં લેવામાં આવ્યો છે. ચીફ સિલેક્ટર પ્રસાદની દૃષ્ટિએ પંત ખૂબ ટેલન્ટેડ છે, પણ કમનસીબે તેને ટીમમાં નથી સમાવી શક્યા.
ખરેખર તો લાગે છે કે આ વખતની આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ વતી તેને અમુક મેચો સફળતાપૂર્વક ફિનિશ કરવામાં સંઘર્ષ કરવો પડ્યો અને અમુકમાં નાકામિયાબ રહ્યો એ કારણસર તેને વર્લ્ડ કપની ટીમમાં જગ્યા નથી મળી. માર્ચમાં ઑસ્ટ્રેલિયા સામેની અંતિમ વન-ડેમાં પણ તે 273 રનના લક્ષ્યાંક સામે મેચ ફિનિશ નહોતો કરાવી શક્યો અને 16 બોલમાં ફક્ત 16 રન બનાવીને આઉટ થયો હતો અને ભારત હારી ગયું હતું. પંતની તુલનામાં દિનેશ કાર્તિક સિલેક્ટરોને પ્રેશરની સ્થિતિમાં વધુ સારી રીતે રમનારો બેટ્સમેન લાગ્યો છે. અંબાતી રાયુડુને સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે લેવા વિશે ચર્ચા થઈ હતી, પરંતુ ઑલરાઉન્ડર વિજય શંકરનો નંબર લાગી ગયો હતો.