મિતાલી રાજ બની સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટની એમ્બેસેડર

  • મિતાલી રાજ બની સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટની એમ્બેસેડર

નવી દિલ્હી: દિગ્ગજ ક્રિકેટર મિતાલી રાજને સ્ટ્રીટ વાઇલ્ડ ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની સદ્ભાવના દૂત (ગુડવિલ એમ્બેસેડર) બનાવવામાં આવી છે. ભારતીય મહિલા વનડે આંતરરાષ્ટ્રીય ટીમની કેપ્ટન મિતાલી ભારતીય પુરુષ ક્રિકટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને આઈપીએલ ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સ જેવી ટીમને સહયોગ કરશે.
મિતાલીએ કહ્યું, મને ટીમ ઈન્ડિયાની સદ્ભાવના દૂતના રૂપમાં સ્ટ્રીટ વાઇલ્ડ ક્રિકેટ વર્લ્ડ કપ સાથે જોડાવાની ખુશી છે. એક ખેલાડીના રૂપમાં મને ખ્યાલ છે કે રમતમાં માત્ર બાળકોની વાસ્તવિકતામાં પરિવર્તન લાવવાની ક્ષમતા નથી પરંતુ રસ્તા પર રહેતા બાળકો માટે જનતાનો સહોયગ પણ મેળવી શકાય છે.
આ પહેલા પીટીસી ઈન્ડિયા ફાઇનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડે ટીમના સમર્થનની જાહેરાત કરી હતી. આ ટૂર્નામેન્ટ લંડનમાં યોજાવાની છે. તેમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. જેમાંથી બે (ઈન્ડિયા નોર્થ, ઈન્ડિયા સાઉથ) ભારતની છે.