કાલથી ત્રણ મહિના બેન્ડ, બાજા અને બારાત

  • કાલથી ત્રણ મહિના બેન્ડ, બાજા અને બારાત
  • કાલથી ત્રણ મહિના બેન્ડ, બાજા અને બારાત
  • કાલથી ત્રણ મહિના બેન્ડ, બાજા અને બારાત

રાજકોટ તા,16
સૂર્યના મીન રાશિમાં પ્રવેશ સાથે જ તા.14મી માર્ચથી શરુ થયેલા મિનારહ કમૂર્તા 14મી એપ્રિલે સમાપ્ત થઈ ગયા છે. એક મહિનાના કર્મૂતા બાદ ફરી શુભકાર્યોનો પ્રારંભ થયો છે. સાથે જ લગ્ન સરાની સીઝન પણ શરુ થઈ ગઈ છે. લગ્નનું પ્રથમ શુભ મુર્હૂત આવતીકાલે એટલે કે 17મી એપ્રિલે છે. 11મી જુલાઈ સુધી ચાલનારા લગ્ન ગાળામાં 37થી વધારે શુભ મુર્હૂત હોવાથી આવતીકાલથી બે મહિના સુધી ઢોલ ઢબુકવા લાગશે.
14 માર્ચના રોજ સૂર્યના મીન રાશિમાં પ્રવેશની સાથે શરૂ થયેલા કમુરતાં 14મી એપ્રિલે સૂર્યના મેષ રાશિમાં પ્રવેશની સાથે સમાપન થશે. એ સાથે ફરી શરૂ થઇ રહેલી લગ્નની મોસમનું પહેલું મુહૂર્ત 17 એપ્રિલના રોજ છે. ત્યારબાદ જુલાઇના 11 તારીખ સુધીમાં 37 લગ્ન મુહૂર્ત છે.
મીનારકની સમાપ્તિ પછી લગ્નનું પહેલુ મુહૂર્ત 17 એપ્રિલ છે. તેની સાથે એપ્રિલ છે. તેની સાથે એપ્રિલ મહિનામાં 9 દિવસ 17, 18, 19, ર0, રર, ર3, ર4, ર7, ર8 મે મહિનામાં 1ર દિવસ 1, 1ર, 14, 1પ, 17, 19, ર1, ર6, ર9, 30, 31 જુન માસમાં 13 દિવસ 8, 9, 10, 1ર, 13, 14, 1પ, 16, 17, 18, ર0, રપ, ર6 અને જુલાઇમાં 4 દિવસ 6, 9, 10, 11 લગ્ન મુહૂર્ત છે. જુલાઇની 11 તારીખે અષાઢ સુદ દસમ સાથે કારતક સંવંત ર076ના નવા વર્ષના લગ્ન મુહૂર્તનો પ્રારંભ નવેમ્બરમાં 8 તારીખથી થશે ત્યારબાદ નવેમ્બરમાં સાત દિવસ 8, 9, 14, રર, ર3, ર4, 30 લગ્ન મુહુર્ત છે. ત્યાર પછી 16 ડિસેમ્બર ધનારકના પ્રારંભ પછી લગ્નના મુહૂર્ત વર્ષ ર0ર0માં જાન્યુઆરીમાં શરૂ થશે. ડિસેમ્બરમાં પ, 6, 11, 1ર એમ ચાર લગ્ન મુહૂર્ત વર્ષ ર019ના આખરી મુહૂર્ત હશે.