સરગમ ક્લબની સાધારણ સભા મળી, નવા હોદ્દેદારોની વરણી

  • સરગમ ક્લબની સાધારણ સભા મળી, નવા હોદ્દેદારોની વરણી

રાજકોટ તા,16
વિવિધ ક્ષેત્રે છેલ્લા 38 વર્ષથી સામાજિક કાર્યો કરતી સરગમ ક્લબની વાર્ષિક સાધારણ સભામાં 2018-19ના આવક જાવકના હિસાબોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મળેલી આ સામાન્ય સભામાં ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ આગામી વર્ષે નવા 7 પ્રોજેક્ટ શરુ કરવાની જાહેરાત પણ કરી હતી. આ સભામાં વિવિધ મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં સરગમ ક્લબની સેવાને બિરદાવી હતી. સ્વચ્છ વહીવટ અને સમાજ સેવા એ જ સરગમ ક્લબની ઓળખ બની છે અને આટલી પ્રવૃત્તિ કરનાર સરગમ ક્લબ દેશની એક માત્ર સામાજિક સંસ્થા
છે. આ સભામાં સરગમ ક્લબના
વિવિધ હોદેદારોની આવતા પાંચ વર્ષ માટે સર્વાનુમતે વરણી પણ કરવામાં આવી હતી.
આ વાર્ષિક સાધારણ સભામાં શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, અરવિંદભાઈ દોમડીયા, સ્મિતભાઈ પટેલ, ડો. વલ્લભભાઈ કથીરિયા, યોગેશભાઈ પુજારા, જગદીશભાઈ ડોબરીયા, હરેશભાઇ વોરા, હરીશભાઈ લાખાણી , કમલનયન સોજીત્રા, મનીષભાઈ માદેકા , એમ.જે.સોલંકી, જીતુભાઇ પટેલ, મહેન્દ્રભાઈ ફળદુ, કિરીટભાઈ આદ્રોજા, ડો. પ્રફુલભાઇ શાહ, મીતેનભાઈ મહેતા, પ્રવીણભાઈ ધોળકિયા, જયેશભાઇ વસા, જસવંતસિંહ ભટ્ટી, નીરજભાઈ આર્ય,વી.પી.વૈષ્ણવ, અનંતભાઈ ઉનડકટ, હરેનભાઈ મહેતા, પરસોતમભાઇ કમાણી, છગનભાઇ ગઢીયા, રઘુનંદન સેજપાલ, રમેશભાઈ ટીલાળા, રાકેશભાઈ પોપટ ઉપરાંત લેડીઝ ક્લબના ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, આશાબેન શાહ, જયશ્રીબેન સેજપાલ, ડો. માલાબેન કુંડલીયા, રેણુબેન યાજ્ઞિક, જયશ્રીબેન રાવલ, સુધાબેન ભાયા, લતાબેન તન્ના, ચંદ્રિકાબેન ધામેલીયા, કાંતાબેન કથીરિયા, કાશ્મીરાબેન નથવાણી, જ્યોતિબેન રાજગુરુ, કુંદનબેન રાજાણી, ઉષાબેન પટેલ, અલ્કાબેન કામદાર, ભાવનાબેન ધનેશા, ગીતાબેન હિરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતરમાં જ જામનગર રોડ ઉપર નાગેશ્વર મંદિરની પાછળના ભાગે બહેનો માટે હેલ્થ સેન્ટર, આરોગ્ય સેન્ટર અને લેબોરેટરી શરુ કર્યા બાદ હવે ત્યાં જ ટૂંક સમયમાં બહેનો માટે શિવણના વર્ગો અને કોમ્પ્યુટર સેન્ટર શરુ કરવામાં આવશે. ગુણવંતભાઈ ડેલાવાળાએ કહ્યું હતું કે, સરગમ ક્લબની સેવા પ્રવૃત્તિથી પ્રભાવિત થઇને કેનાલ રોડ ઉપર હોસ્પિટલ ધરાવતા બાળ રોગ નિષ્ણાત ડો. સિદ્ધાર્થભાઇ પટેલે પોતાની પરમ પ્રકાશ હોસ્પિટલનું આખું બિલ્ડીંગ સરગમ ક્લબને અર્પણ કર્યું છે અને ત્યાં આરોગ્ય સેન્ટર, લેબોરેટરી, ફિઝિયોથેરાપી સેન્ટર, લેડીઝ ક્લબની ઓફિસ, શિવણના વર્ગો વગેરે શરુ કરવામાં આવશે.
આ સભામાં સરગમ ક્લબના નવા હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ગુણવંતભાઈ ડેલાવાળા, ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઈ દોમડીયા, મંત્રી મૌલેશભાઇ પટેલ, ખજાનચી તરીકે સ્મિતભાઈ પટેલ અને સહમંત્રી તરીકે વિનોદભાઈ પંજાબીનો સમાવેશ થાય છે. આ જ રીતે કપલ ક્લબ, સિનિયર સીટીઝન ક્લબ, ચિલ્ડ્રન ક્લબ, અને લેડીઝ ક્લબના નવા હોદેદારોની નિમણુંક પણ કરવામાં આવી હતી. આ સામાન્ય સભાનું સંચાલન સરગમ લેડીઝ ક્લબના મંત્રી ડો. માલાબેન કુંડલિયાએ કર્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ જેન્ટ્સ અને લેડીઝ ક્લબના તમામ કમિટી મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.