ઊંઝામાં આશા પટેલ સામે નારણ પટેલ જૂથની ઝુંબેશ ચૂંટણી જેવા કામોમાં માતાજીને સામેલ ન કરો: રૂપાલાની ટકોર

  • ઊંઝામાં આશા પટેલ સામે નારણ પટેલ જૂથની ઝુંબેશ ચૂંટણી જેવા કામોમાં માતાજીને સામેલ ન કરો: રૂપાલાની ટકોર

રાજકોટ તા. 16
ઊંઝાના પૂર્વ કોંગી ધારાસભ્ય આશા પટેલ ભાજપમાં જોડાયા ત્યારથી લોકોમાં ભારે આક્રોશ ફેલાયેલો છે. બીજી બાજુ ઉંઝાના નારાયણ પટેલ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે.
જેથી ઊંઝા વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપને ફટકો પડે તેવું લાગી રહ્યું છે.
ઉંઝા તાલુકાના ભાજપના સંનિષ્ઠ કાર્યકરોએ આશાબેન પટેલને હરાવવા શપથ લીધા છે. ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ સહિત અનેક કાર્યકરોની ઉપસ્થિતિમાં શપથ લેવાયા હતાં. આ મામલે ઉંઝાના નારણ પટેલ મામલે રૂપાલાએ એક નિવેદન આપ્યું છે.
રૂપાલાએ જણાવ્યું હતું કે, કોઈ પણ પાર્ટીનો કાર્યકર્તા પાર્ટી વિરુદ્ધનું કૃત્ય કરે એ યોગ્ય નથી, અને ચૂંટણી જેવા કામોમાં માતાજીઓને સમેલ ના કરવા જોઈએ. પાર્ટી વિરોધી લોકો સામે હાઇકમાન્ડ જે યોગ્ય હશે ચોક્કસથી પગલાં લેશે. અમે નારાયણ પટેલને માનવી લઇશું. તેમને આખુ જીવન પાર્ટી માટે આપ્યું છે તેમને આ પ્રકારનું કામ ન કરવું જોઈએ.
ઊંઝાના પૂર્વ કોંગી ધારાસભ્ય આશા પટેલ ભાજપમાં જોડાયા ત્યારથી લોકોમાં ભારે આક્રોશ ફેલાયેલો છે. ભાજપે ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં આશા પટેલને ઉમેદવાર બનાવતાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં લોકસંપર્ક શરૃ કરતાં જ મતદારોએ સામે ખુલીને વિરોધ દર્શાવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં બેનરો અને પોસ્ટરો લગાવી આશા પટેલને મત માંગવા આવવા માટે પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવ્યો છે.