શ્રીકાંત ગાયના ઘીના સેમ્પલ ફેઈલ

  • શ્રીકાંત ગાયના ઘીના સેમ્પલ ફેઈલ

રાજકોટ તા,16
મનપાના ફૂડ વિભાગ દ્વારા ફરી એકવખત મસાલા માર્કેટોમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી. સેમ્પલ લેવામા આવ્યા છે તેવી જ રીતે ગત માસે દેવપરા સોસાયટી કોઠારિયા મેઈન રોડ ઉપર આવેલ ભગવતી ડેવલોપર્સમાંથી લેવામાં આવેલ શ્રીકાંત ગાયના ઘીના સેમ્પલ ફેઈલનો રિપોર્ટ આવતા ફૂડ વિભાગે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ફૂડ વિભાગ દ્વારા ગત માસે કોઠારિયા મેઈન રોડ ઉપર આવેલ ભગવતી ડેવલોપર્સ પેઢીમાંથી શ્રીકાંત પ્રીમિયમ ગાયના ઘીનું સેમ્પલ લીધુ હતું જે પૃથ્થકરણ માટે લેબમાં મોકલવામાં આવે. આજરોજ લેબનો રિપોર્ટ આવતા ઘીમાં ભેળસેળ હોવાનું બહાર આવ્યું છે. ઘીમાં વેજિટેબલ ઘીની ભેળસેળ હોવાનો દર્શાવતા ફુડ વિભાગ દ્વારા પેઢી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આજરોજ વિશ્ર્વા મસાલા ભંડારમાંથી ધાણાજીરુ પાવડર લુઝ, ગિરિરાજ સીઝન સ્ટોરમાંથી કોકમ લુઝ, જલરામ મસાલા ભંડારમાંથી તજ લુઝ અને મિસઈસ રેસ્ટોરન્ટ એન્ડ ફાસ્ટફુડમાંથી વેજ કડાઈ લુઝનો નમુનો લેવામાં આવ્યો હતો.
ફુડ વિભાગ દ્વારા ખુલ્લામાં ખાદ્ય પદાર્થ વેચતા ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું તેમજ ફ્રૂટના ધંધાર્થીઓને ત્યાં તપાસ દરમિયાન કેમિકલથી પકાવવામાં આવેલ 180 કિ.ગ્રા. ફૂટનો નાસ કરવામાં આવ્યો હતો અને 43 ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.