સ્વયમ્ સૈનિક દળ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે મહાસલામી

  • સ્વયમ્ સૈનિક દળ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે મહાસલામી
  • સ્વયમ્ સૈનિક દળ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે મહાસલામી

રાજકોટ તા,16
સ્વયમ્ સૈનિક દળ (એસએસડી) દ્વારા વિશ્ર્વરત્ન, મહામાનવ, બૌધિસત્વ અને ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની 128મી જન્મ જયંતિ નિમિત્તે 14મી એપ્રિલના રોજ ભાવનગર ખાતે રાજ્કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિશાળ રેલી ભાવનગરના મુખ્યમાર્ગો પર ફરી હતી અને જસોનાથ સર્કલ ખાતે આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ ફુલહાર કરી મહાસલામી આપી હતી અને આવાજ દો હમ એક હૈ, કેટલા રે કેટલા અને જય ભીમના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ રેલી સભામાં પરિવર્તિત થઈ હતી જ્યા સમાજના મહાનાયકો તથા ગત ગૌતમ બુધ્ધ, રાષ્ટ્રીય પિતા જ્યોતિબા ફુલે, પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબા ફુલે, વિશ્ર્વરત્ન ડો.બાબા સાહેબ આંબેડકર, વિર મેઘમાયા, કબીર સાહેબ, સંત રોહિદાસજી, પેરિયર રામાસ્વામીજી, શાહુજી મહારાજ, એકલવ્ય, રમા માં, ઝલકારીબાઈ, નારાયણ ગુરુ, ડિ.કે.ખાર્ડવે, કાંશીરામ સાહેબ સહિતના મહાનાયકોના જીવન સંઘર્ષ વિશે માહિતી આપવામાં આવી હતી અને સમાજને વ્યસન, અંધશ્રધ્ધા, કુરિવાજો અને બરબાદીના મુળને કઈ રીતે નાબુદ કરી શકાય તેના વિશે માર્ગદશૃન આપવામાં આવ્યું હતું.
આ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ભાવનગર ખાતે સ્વયમ્ સૈનિક દળના રાજ્યભરના સૈનિકોએ હાજરી આપી હતી. જેમાં બસ, ફોરવ્હીલ અને બાઈક સાથે લોકો આ રેલીમાં જોડાયા હતા. સમગ્ર માહોલ જયભીમના નાદથી ગુંજી ઉઠ્યો હતો.