RTEમાં ફોર્મ ભરવાની મુદ્દતમાં દસ દિવસનો વધારો, તા.25 એપ્રિલ કરાઈ

  • RTEમાં ફોર્મ ભરવાની મુદ્દતમાં દસ દિવસનો વધારો, તા.25 એપ્રિલ કરાઈ

રાજકોટ તા,16
રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત તા.5 એપ્રિલથી ધો.1માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજીનો પ્રારંભ થયો હતો. જેમાં તા.15 એપ્રિલ અરજી માટેની અંતિમ તારીખ હોય અને અરજીનો પ્રવાહ હજુ સુધી ચાલુ ન હોય ઓનલાઈન અરજી કરવાની મુદતમાં દસ દિવસો વધારો કરી તા.25 એપ્રિલ કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં ઓનલાઈન ટોટલ 11108 અરજીઓ આવી છે. જેમાંથી 11092 અરજીઓ યોગ્ય સાબિત થઈ છે. જેમાંથી 11075ની ચકાસણી કરવામાં આવી છે અને 10157ને મંજુરી આવી છે તેમજ રીજેકટ કરાઈ છે અને 762 અરજીઓ પેન્ડીંગ રાખવામાં આવી છે. 4000ના ટાર્ગેટ સામે 11 હજારથી વધારે અરજી આપતા તારીખ વધારી 25 એપ્રિલ કરાઈ છે અને તા.26મીએ આધારપુરાવા રજુ કરવા સુચના આપવામાં આવી છે.
સતત આવતી અરજીઓથી વેબસાઈટ ઉપર પણ લોડ પડી રહ્યો છે ત્યારે અરજીની તારીખ પુરી થતા ઘણા વિદ્યાર્થીઓની અરજી કરવાની બાકી હોય વાલીઓ દ્વારા તારીખની મુદત વધારવા રજૂઆત કરવામાં આવી જેમાં આજે શિક્ષણ વિભાગ દ્વારા દસ દિવસ વધારી તા.25 એપ્રિલ કરાઈ છે.