પ્લાસ્ટિક પરત લેવા વેફર સહિતની કંપનીઓ તૈયાર

  • પ્લાસ્ટિક પરત લેવા વેફર સહિતની કંપનીઓ તૈયાર

મલ્ટિ લેડ પ્લાસ્ટિક બંધ કરવાનો મનપાનો સફળ પ્રયાસ રાજકોટ તા,16
રાજકોટ શહેરમાં ઠેર - ઠેર રખડતા કચરા રુપી વેફર, બિસ્કીટ, બેકરી, નમકીન અને દૂધ સહિતના ખાદ્યપદાર્થના ખાલી પેકેટનું દુષણ દુર કરવા માટે મહાનગરપાલિકાએ તમામ કંપનીઓને પોતાના ખાલી પેકેટ પરત લઈ યોગ્ય વળતર આપવાની યોજના લાગુ કરી છે. જે અંતર્ગત આજરોજ 10થી વધુ કંપનીઓના સંચાલકો સાથે મ્યુનિસિપલ કમિશનરે મિટિંગ યોજી પ્લાસ્ટિકના પેકેટ પરત લેવા માટેનો એકશન પ્લાન તૈયાર કર્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકાની મધ્ય ઝોન કચેરી મિટીંગ હોલ ખાતે પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016 અન્વયે મલ્ટીલેયર પ્લાસ્ટીક પેકેજીંગ (બ્રાન્ડ ઓનર્સ) ની રાખવામાં આવેલ હતી. આ બેઠકમાં ભારત સરકારશ્રીના પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016 અન્વયે દરેક ઉત્પાદક, આયાતકર્તા અને બ્રાન્ડ માલિકો કે જેના દ્વારા આ પ્રકારનું મલ્ટીલેયર પ્લાસ્ટીક પેકિંગમાં પ્રોડકટનું વેચાણ કરવામાં આવતુ હોય, તે દરેકે આ પ્રકારનાં પ્લાસ્ટીક વેસ્ટની કલેકશન સીસ્ટમનું આયોજન કરવાની જવાબદારી નક્કી કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
હાલમાં મલ્ટીલેયર પ્લાસ્ટીક પેકેજીંગ જે નોન-રીસાયકલેબલ હોય, જેથી વેસ્ટ પીકર્સ દ્વારા ઉપાડવામાં આવતુ નથી. કમિશનર દ્વારા તમામ કંપનીઓને આ અંગે રાજકોટ શહેરમાં કલેકશન સેન્ટર બનાવી, વેસ્ટ પીકર્સ પાસેથી મલ્ટીલેયર પ્લાસ્ટીક પેકેજીંગ ખરીદ કરવામાં આવે અને તેઓને પુરતી રકમ મળે તે અંગે જણાવવામાં આવેલ હતું. તથા ફરીથી મલ્ટીલેયર પ્લાસ્ટીક પેકેજીંગના ખાલી પાઉચ જેનો નિકાલ છઉઋ બનાવી અને તેનો નિકાલ નાકરાવાડી ખાતે કરવા તાકીદ આપવામાં આવી હતી.
ઉપરોકત મિટીંગમાં પ્લાસ્ટીક પેકેજીંગ (બ્રાન્ડ ઓનર્સ) જેવા કે, બાલાજી વેફર્સ, રાધે ફુડ, અવધ નમકીન, ગોપાલ સ્નેકસ પ્રા.લી., વડાલીયા ફુડઝ, એપ્રિકોડ ફુડ વિગેરેના પ્રતિનિધિ તથા રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર ચેતન ગણાત્રા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઇજનેર એન.આર.પરમાર, વાવ સેલના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી અંબેશ દવે તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ત્રણે ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી, દિગ્વિજયસિંહ તુવર અને વલ્લભભાઈ જીંજાળા વગેરે હાજર રહેલ હતા.