લોકસભાની 97 બેઠકો માટે ગુરુવારે મતદાન

  • લોકસભાની 97 બેઠકો માટે ગુરુવારે મતદાન

 પ્રચારના આજે આખરી દૌરમાં વડાપ્રધાન મોદીની ઓરિસ્સાના ભુવનેશ્ર્વર અને સંતીલપુરમાં રેલી
નવી દિલ્હી : તા. 16
લોકસભા ઈલેક્શન 2019ના બીજા ચરણનું પ્રચાર મંગળવારે સાંજે થંભી જશે. 18 એપ્રિલના રોજ વોટિંગ થશે. 13 રાજ્યોની 97 સીટ પર ગુરુવારે વોટ આપશે. મંગળવારે 16 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના ભુવનેશ્વર અને સંભલપુરમાં રેલી કરશે. આ પહેલા ભુવનેશ્વરમાં તેઓ એરપોર્ટથી લીને રેલી સ્થળ સુધી મોટો રોડ શો પણ કરશે. તો બીજી તરફ, યુપીમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે લખનઉમાં નામાંકન દાખલ કરશે. આ સાથે જ એક મોટો રોડ શો પણ આયોજિત કરશે.
યુપીની રાજનીતિમાં મંગળવારનો દિવસ સુહેલદેવ પાર્ટીના ઓમપ્રકાશ રાજભર પર પણ રહેશે. તેઓ ઈલેક્શનમાં 25 ઉમેદવાર ઉતારવાનો નિર્ણય લઈ શકે છે.