ભારતમાં ચોમાસાંની ‘ભરપૂર’ આગાહી

  • ભારતમાં ચોમાસાંની ‘ભરપૂર’ આગાહી

નવી દિલ્હી તા. 16
ભારતના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ચોમાસાના ચાર મહિના દરમિયાન આ વર્ષે સામાન્યત: વરસાદ વરસશે. હવામાન વિભાગે આ વર્ષના નૈઋત્યના વરસાદના અંદાજો જાહેર કરતાં સરેરાશ 96 ટકા વરસાદ પડશે તેવા સંકેત આપ્યા છે. પૃથ્વી વિજ્ઞામન મંત્રાલયના સચિવ જો. એમ. રાજીવન અને ભારતીય હવામાન વિભાગના મહાનિદેશક ડો. કે. જે. રમેશના જણાવ્યા મુજબ જૂનથી સપ્ટેમ્બર એમ ચાર મહિના દરમિયાન ચોમાસં સામાન્યત: રહેશે.
લાંબા ગાળાના અંદાજો જાહેર કરતાં 96 ટકા સરેરાશ વરસાદ પડવાના સંકેત છે. આ વર્ષે દુકાળ પડવાની સંભાવના 17 ટકા તો સામાન્યત: વરસાદ રહેવાની સંભાવના 39 ટકા છે. 1951થી 2000ના વર્ષો દરમિયાન દેશમાં સરેરાશ 890 કુલ મિલીમીટર વરસાદ પડતો રહ્યો હતો. ગયા વર્ષે સામાન્ય કરતાં ઓછો એવો 91 ટકા વરસાદ થયો હતો.
ગયા વર્ષે સ્કાયમેટે 100 અને હવામાન વિભાગે 97 ટકા વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગ દ્વારા પ્રદેશવાર અને મહિના વાર વરસાદની આગાહી હવે પછી જૂનના પ્રથમ સપ્તાહમાં થશે. મે મહિનામાં હવામાન વિભાગ કઈ તારીખે ચોમાસં બેસશે તેની આગાહી કરશે. ખરીફપાક માટે ચોમાસું લાભકારી રહેશે
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસા દરમિયાન અલ-નિનોની સ્થિતિઓ નબળી રહેવાની અને ચોમાસાના અંતિમ બે મહિનામાં અલ-નિનોની તીવ્રતા ઓછી રહેવાના સંકેત છે. આ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી વહેંચણી પણ પ્રદેશવાર સારી રહેશે અને ખરીફ પાકની વાવણીમાં લાભકારી રહેશે. આ પહેલાં ખાનગી એજન્સી સ્કાયમેટે 2019 દરમિયાન સામાન્યથી ઓછો વરસાદ રહેવાના સંકેત આપ્યા હતા.