ચૂંટણી પંચના પ્રતિબંધ બાદ યોગીના હનુમાન ચાલીસા પાઠ

  • ચૂંટણી પંચના પ્રતિબંધ બાદ યોગીના હનુમાન ચાલીસા પાઠ

લખનઉ: લોકસભા ચૂંટણી માટે પ્રચાર દરમિયાન વધતા વિવાદીત નિવેદનના કારણે ચૂંટણી પંચે હવે કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે. ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણાં મોટા નેતાઓ પણ આચાર સંહિતાના ઉલ્લંઘનના કારણે ચૂંટણી પ્રચાર માટે 72 કલાકનો પ્રતિબંધ લગાવી દીધો છે. ચૂંટણી પંચ તરફથી આ પ્રતિબંધ લગાવ્યા પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નવો રસ્તો શોધી લીધો છે. યોગી આદિત્યનાથે આજે સવારે અહીં આવેલા હનુમાન સેતુ મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.
યોગી આદિત્ય સવારે 9 વાગે હનુમાન સેતુ મંદિર પહોંચ્યા હતા. અહીં તેઓ 10-15 મિનિટ રોકાયા હતા. તેમણે અહીં હનુમાન ચાલીસાના પાઠ કર્યા અને પછી નીકળી ગયા હતા. જોકે અહીં તેમણે કોઈની સાથે કઈ વાત કરી નહતી. ચૂંટણી પંચ તરફથી યોગીને ભાષણ આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે તેમના આ પ્રતિબંધમાં મંદિરમાં જવાની મનાઈ નથી. તેઓ મંદિરમાં જઈ શકે છે.