ઇસ્લામાબાદ સુધી પ્રહાર કરી શકે તેવી નિર્ભય મિસાઇલનું સફળ પરીક્ષણ

  • ઇસ્લામાબાદ સુધી પ્રહાર કરી શકે  તેવી નિર્ભય મિસાઇલનું સફળ પરીક્ષણ

નવી દિલ્હી : ભારતે એક હજાર કિલોમીટની મારક ક્ષમતાવાળી સબસોનિક ક્રુઝ મિસાઇલ  નિર્ભય નું સફળ પરીક્ષણ કર્યું છે. ઓડિશાના કિનારે સોમવારે આ મિસાઇલનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. નિર્ભય એક ટૂ-સ્ટેજ મિસાઇલ છે જે છ મીટર લાંબી અને 0.52 મીટર પહોળી છે. આ મિસાઇલ 0.6-0.7 મૈકની ગતિથી વોરહેડ લઇ જઇ શકે છે. આનું પ્રક્ષેપણ વજન લગભગ 1500 કિલોગ્રામ છે. ડીઆરડીઓના વૈમાનિક વિકાસ પ્રતિષ્ઠાન બેંગ્લુરૂ દ્વારા વિકસિત નિર્ભય ઓટો પાયલટ અને નેવિગેશન ટેકનિકનો ઉપયોગ કરે છે જે નિશાંત અને રૂસ્તામ ઞઅટ  માટે વિકસિત કરવામાં આવ્યું છે. 12 માર્ચ 2013ના રોજ આયોજિત નિર્ભય ના પહેલા પરીક્ષણમાં કેટલીક ક્ષતિઓના લીધે તેનું પરીક્ષણ વચ્ચે જ સમાપ્ત કરવામાં આવ્યું હતું. જો કે 17 ઓક્ટોબર 2014 ના રોજ તેનું બીજું પરીક્ષણ કરવામાં આવ્યું જે સફળ રહ્યું હતું. 16 ઓક્ટોબર 2015ના રોજ કરાયેલ પરીક્ષણમાં મિસાઇલ 128 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ તે પોતાનો રસ્તો ભટકી ગયું હતું. 21 ડિસેમ્બર 2016ના રોજ આયોજિત પરીક્ષણના 700 સેક્ધડ બાદ તેને નિરસ્ત કરવામાં આવ્યું હતું.