રૂ. 3 કરોડની છેતરપીંડી અને વિશ્ર્વાસઘાતના કેસમાં આરોપીઓના આગોતરા જામીન મંજૂર

  • રૂ. 3 કરોડની છેતરપીંડી અને વિશ્ર્વાસઘાતના કેસમાં આરોપીઓના આગોતરા જામીન મંજૂર

 કારખાનેદારને ઓછી ગુણવતાવાળો માલ આપી નુકશાન પહોંચાડયાની ફરીયાદ નોંધાઇ’તી
રાજકોટ તા. 16
શહેરમાં કાન્તા સ્ત્રી વિકાસ ગૃહની બાજુમાં શ્રીમદ ભવનમાં આવેલ ભગીરથ ઇકવીપમેન્ટ પેઢી સાથે વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી થયેલ હોય તે મુજબની ફરીયાદ નોંધાયેલ જેમાં આરોપીઓને કોર્ટ દ્વારા આગોતરા જામીન આપવામાં
આવેલ છે.
કેસની હકીકત જોઇએ તો યોગેશભાઇ હરીભાઇ ગજજર જે ભગીરથ ઇકવીપમેન્ટ પેઢીના ડાયરેકટર હોય જેમની ફેકટરી ગોંડલ તાલુકાના ભુણાવા ગામે સાનીધ્ય ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ભગીરથ ઇકવીપમેન્ટ પ્રા.લી.ફેકટરી આવેલ છે અને તેઓ મશીન બનાવીને વેચાણ કરવાનુ કામકાજ કરે છે. તેમના મશીન માટે ગીયર અને એકસેલ ની જરૂરત હોય જેથી મુકેશભાઇ અને મહેન્દ્રભાઇ પાસેથી ગીયર અને એકસેલની ખરીદી કરેલ અને તે ગીયર અને એકસેલને પોતાના મશીનમાં ફીટ કરીને પોતાની કંપનીના મશીનનું વેચાણ કરતા હતા. ફરીયાદીએ મુકેશભાઇ પાસેથી છેલ્લો ગીયર અને એકસેલનો લોડ મંગાવેલ તે માલ ઓછી ગુણવતાવાળો અને નબળો હોય જેથી તે માલવાળા મશીનનું વેચાણ કરેલ હોય તે મશીન વારંવાર બગડી જવાની ફરીયાદો આવતી હોય અને ગીયર અને એકસેલ વારંવાર તુટતા હોય જેથી અમુક મશીન પરત અવોલ અને ફરીયાદીએ તે મશીનો રીપેર કરવામાં અને અન્ય ખર્ચાઓમાં ખુબ જ નુકશાન થયેલ હોય જેથી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનામાં મુકેશભાઇ અને મહેન્દ્રભાઇ એ નબળો માલ મોકલેલી ને વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કેરલ હોય તે મતલબની ફરીયાદ નોંધેલ આરોપીએ ગોંડલની કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરેલ. જે અરજી અનુસંધાને કોર્ટે બન્ને પક્ષકારોની રજુઆતો ધ્યાને લઇ આરોપી મુકેશભાઇ પંચાસરા તથા મહેન્દ્રભાઇ પંચાસરા ને આગોતરા જામીન ઉપર મુકત કરતો હુકમ ગોંડલના મહે.સેસન્સ જજ મીનષ પી.પુરોહીતે ફરમાવ્યો હતો.
આ કેસમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ દુર્ગેશ જી.ધનકાણી, વિજય સી.સીતાપરા, ભાવેશ શીંગાળા રોકાયેલા હતા.