કિસાન ગૌશાળાના લાભાર્થે શુક્રવારથી ભાગવત જ્ઞાનયજ્ઞ કથા

  • કિસાન ગૌશાળાના લાભાર્થે શુક્રવારથી ભાગવત જ્ઞાનયજ્ઞ કથા

રાજકોટ તા. 16
આજીડેમ પાસે મેલડી માતાજીના મંદિર સામે આવેલ કિશાન સેવા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કીશાન ગૌશાળાના લાભાર્થે સ્વ.ચતુરાબેન પરસોતમભાઇ ભાલાળા પરિવાર દ્વારા તા. 19/04 થી તા. 25/4 સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોવન સોરઠીયા ગ્રાઉન્ડ; બાપા સીતારામ ચોક, મવડી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં કથાના મુખ્ય વકતા પિયુષ પ્રસાદ ગીરીશભાઇ વ્યાસ દરરોજ બપોરે 3થી 7 કથાનુ રસપાન કરાવશે.
‘ગુજરાત મિરર’ ની મુલાકાતે આવેલા આયોજકો અને સ્વંયમ સેવકોએ જણાવ્યું હતુ કે તા. 19ને શુક્રવારે બપોરે 2.30 વાગ્યે પોથીયાત્રા, જીજરીયા હનુમાન મંદિરથી નિકળશે અને સોરઠીયા ગ્રાઉન્ડ ખાતે પુર્ણ થશે. રાત્રે 8 કલાકે રાસ ગરબા યોજાશે તેમજ તા. 20 થી 25 દરરોજ સવારે 7 થી 12 કામધેનુ યજ્ઞ કરવામાં આવશે. અને રાત્રે 9 કલાકે લોક ડાયરો યોજાશે. કલાકાર ખીમજીભાઇ ભરવાડ, હર્ષ પીપળીયા અને કવિતાબેન ઝીણા ભજનની રમઝટ બોલાવશે. તા. 21ને રવિવારે નૃસિંહ જન્મ, બાળભકત પ્રહલાદ ચરિત્ર, ધુ્રવ ચરિત્ર કથા તેમજ રાત્રે 9 કલાકે નાટક યોજાશે. તા. 22ને સોમવારે વામન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મની ઉજવણી કરશે અને બહેનો રાસગરબા રમશે.
તા. 23ને મંગળવારે ગોવર્ધન ઉત્સવ, કૃષ્ણલીલાની ઉજવણી કરવામાં આવશે. રાત્રે 9 કલાકે ડાયરામાં યોગીતાબેન પટેલ, અને મનસુખભાઇ ખીલોરીવાળા સંતવાણીની મોજ કરાવશે. તા. 24ને બુધવારે રૂક્ષ્મણી વિવાહની ઉજવણી તેમજ રાત્રે 9 કલાકથી વકતા પ્રતિકભાઇ ગાય આધારીત ખેતી, વ્યસન મુક્તિ, પાણી બચાવો, મા-બાપને ભુલશો નહીં અને પર્યાવરણદ બચાવો અંગે માર્ગદર્શન અપાશે. અને બપોરે 3 થી રાત્રીના 9 વાગ્યા સુધી રકતદાન કેમ્પ યોજાશે. તા.25ને ગુરૂવારના રોજ સુદામા ચરિત્ર, પરિક્ષીત મોશ્રની ઉજવણી સાથે કથાની પુર્ણાહુતી કરવામાં આવશે તેમજ પીતૃ મોક્ષર્થે દરરોજ પુજન કરવામાં આવશે.