સમસ્ત પાટીદાર સમાજ સંચાલિત માનવ કલ્યાણ મંડળ દ્વારા અબોલ જીવોની અનન્ય સેવા

  • સમસ્ત પાટીદાર સમાજ સંચાલિત માનવ કલ્યાણ મંડળ દ્વારા અબોલ જીવોની અનન્ય સેવા

રાજકોટ તા.16
છેલ્લા 20 વર્ષથી સંસ્થાનાં સભ્યો દ્વારા લુપ્ત થતી જતી જીવસ્રુષ્ટીને બચાવવા અને ઔધોગીકરણને લીધે અને વધતા જતા શહેરી કરણને કારણે સ્વાન જેવા અબોલ જીવોને પોતાનાં ખોરાક માટે ખુબજ જજુમવું પડે છે. જેના કારણે વેજીટેરીયન પશુઓ પણ ઘણીવાર શિકાર કરી અન્યજીવોને પણ પોતાનાં ખોરાક માટે મારીને ખાય છે. જેથી આ જીવો બચે અને આ અબોલ પસુઓને ખોરાક મળે તે હેતુશર આ સંસ્થાનાં ટ્રષ્ટી શ્રી મનુભાઇ મેરજા એ આ અબોલ જીવોને મદદરૂપ થવાનું બીળુ સ્વેચ્છાએ સ્વીકાર્યુ છે.મેરજા ભાઇ આવા ધોમ-ધખતા તાપમાં તાપમાં કે કકળતી ઠંડીમાં કે પછી ધોધમાર વરશાદ વખતે પણ આ સેવા ખુબજ ખંતથી રાજકોટથી 25 કીમી સુધીનાં વના વગડાનાં વિસ્તારોમાં અને ન્યારી / આજી ડેમ આજુબાજુમાંપણ રેગ્યુલર સ્વાનને રોટલા, કીડીઓને કીડીયારૂ, ચકલાને ચણ આપે છે. તેમજ સંસ્થાની અન્ય એકટીવેટીમાં પણ સંપુર્ણ યોગદાન આપે છે. આ સંસ્થાનાં નિયમો જેવાકે ફટાકડા ન ફોડવા જેથી જીવ-સૂર્ષ્ટીને નુકશાન ન થાય, પતંગ ન ઉડાડવી જેથી પક્ષીઓ ઘાયલ ન થાય તેમજ મ્રુત્યુ ન પામે જ્ન્મદીવશ ન મનાવો જેથી આ ખોટા ખર્ચની બચતથી આવી અબોલ જીવોની સેવા થાય, સંસ્થાદ્વારા દર રવીવારે સૌરાષ્ટ્રાભર માથી ખેડુતોને બોલાવી ગાય આધારીત સજીવ ખેતીની તાલીમ આપવામાં આવે છે. જેથી જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વગર ખુબજ સારી ઉપજ મેળવી સકાય અને જીવહીંસા રોકી સકાય. આ સેવામાં માનવ કલ્યાણ મંડળ-ગુજરાતનાં ચેરમેન મુકેશભાઈ મેરજા , પ્રમુખ ગીતાબેન પટેલ, નાથાભાઇ કાલરીયા, ચેરમેન (એ.સી.), મહામંત્રી વિભાબેન પટેલ, ઉપ-પ્રમુખ શ્રીમતી જ્યોતીબેન ટીલવા, અને 2250 જેટલા સ્વયંસેવકો જહેમત ઉઠાવી રહ્યા છે. આ સંસ્થાનાં સ્વયંસેવકો પોતાના ટાઇમ ટીકીટ ટીફીન સાથે લઇ સેવા કરે છે. સંસ્થા દ્વારા તંદુરસ્ત સમાજનાં નિર્માણ અને ભાવિ પેઢીનાં સર્વાંગી વિકાસ માટે બાળકોને વિટામીન-એ કેપ્સુઅલ, તેમજ બાળકોને પેટના ક્રુમી માટે આલ્બેંડેઝોલની ટેબલેટ્સ નિ:શુલ્ક આપવામાં આવે છે. તેમજ જે સગર્ભા મહિલાઓને મલ્ટી વિટામીનની ટેબલેટ્સનો પુરો કોર્સ નિ:શુલ્ક આપવામાં આવે છે. ફ્રી સેવાઓ માટે સંસ્થાની ઓફીસ માનવ કલ્યાણ મંડળ 4-ગંગા જમુના સરસ્વતી ટાવર, ગોંધીયા હોસ્પીટલ પાછળ, એકતા પ્રકાશન પાસે, યુનિ.રોડ, મોબાઇલ નં : 9426737273 ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.