‘મેં મરા નહીં હું, મેરે મેં કોઇ ઘટા-બઢી નહીં હુઈ’: સ્વયં ગુરુદેવના શબ્દો

  • ‘મેં મરા નહીં હું, મેરે મેં કોઇ ઘટા-બઢી નહીં હુઈ’: સ્વયં ગુરુદેવના શબ્દો

રાજકોટ તા,16
અહીં આશ્રમ રોડ પર આવેલા અને માનવસેવા તથા ગૌસેવાની પ્રવૃતિઓથી ધમધમતા અનોખા તિર્થધામ શ્રી સદગુરુ સદન-પૂજય શ્રી રણછોડદાસજી મહારાજશ્રીા એકમાત્ર આશ્રમમાં આવતીકાલે તા.17/4/2019, બુધવારના રોજ ગુરુદેવશ્રીનો મેં મરા નહીં હું મેરે મેં કોઇ ઘટા-બઢી નહીં હુઈ હૈ નો સ્વમુખે કહેવાયેલો અક્ષરશ: દિવ્ય સંદેશો ઘોષિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે એમની અવ્યક્ત હાજરીના દર્શનમાં અલભ્ય લ્હાવાસમો બની રહેશે.
સદગુરુ ભગવાન અસંખ્ય ભક્તજનોને દર્શન દઇને શ્રી કૃષ્ણ તથા શ્રીરામની જેમ જ સ્વધામસ્થ થવા અંતર્ધ્યાન (સમાધિમાં લીન) થયા અને બોલવાનું થંભાવી દીધું ત્યારબાદ અમુક દિવસો પછી ભક્તિરૂપે. કલ્યાંત કરતા તેઓના પળેપળના અનુયાયી અને સેવા ચાકરી કરતા કુમુદબેનને અચાનક પ્રત્યક્ષ અર્થાત વ્યક્ત દર્શન દઇને આશ્ર્વાસન આપ્યું હતું અને તેમના દ્વારા એવો દિવ્યોત્તમ સંદેશો અન્ય ભક્તજનો માટે આપ્યો હતો કે ‘મેં મરા નહીં હું, મેરે મેં કોઇ ઘટા- બઢી (વધઘટ) થઇ નથી. પક્કા વિશ્ર્વાસ રખના : મેરા શરીર ઠોસ હૈ, દેખ લો. મેરી અવ્યક્ત હાજરી કો અંતર્ધ્યાન, યા અનંત સમાધિ, યા સ્વધામ ગમનકી પ્રક્રિયા સમજો. (શ્રીકૃષ્ણે પણ પ્રાચીન સ્થાને સ્વધામગમન કર્યું હતુ. તેઓ પણ અવતારી આત્મા હતા અને અત્યારે પણ સાડા પાંચ હજાર વર્ષો પછી પણ અવ્યક્ત હાજરી સાથે સર્વવ્યાપી હાજરાહજુર અને અનંત ચિરંતજ છે.)
આજે એમનો નિર્વાણદિન કે પૂણ્ય તિથિ છે એમ કહેવાને બદલે આજ સુધીમાં કયારેય કોઇ અવતારી આત્મા મર્યા હોવાનું માની શકાય નહી. પરમબ્રહ્મ નિશ્ર્ચિત કરેલા નિયતિચક્ર અનુસાર તેઓ સ્વધામગમન કરે છે. હકીકતમાં તેઓ સર્વવ્યાપી, સર્વજ્ઞાની અને સર્વમાં સ્થિત રહ્યા છે.
જેમને આપણો સમાજ સ્વયં શ્રીરામ હોવાનું છે તે સદગુરુ ભગવાન પૂ.શ્રી રણછોડદાસજી મહારાજશ્રીના સ્વધામગમન દિને સમાધિસ્થ થવાના દિને, અંતરધ્યાન થયાના દિને અને અવ્યક્ત હાજરાહજુર દિવ્યાત્મારૂપ બન્યાના દિને તેમના તપભીના, શ્રધ્ધાભીના અને આસ્થાભીના દર્શનનો તેમજ પોતે મર્યા નથી પણ સદૈવ આપણી વચ્ચે અવતારી પુરૂષ તરીકે અવ્યક્ત છતાં હાજરાહજુર સ્વરૂપે ઉપસ્થિત છે એવો એમના જ શબ્દોમાં કહેવાયેલો અલભ્ય સંદેશો ઝીલીને સમગ્ર જીવનયાત્રા દરમ્યન સુખ સંતોષ પામવાનો આ અવસર છે.
આ અંગેના આયોજન મુજબ, સવારે મંગળા આરતી, તેની સાથે નિજ મંદિરમાં દર્શન તે પછી 8:30 વાગ્યાથી ગુરૂદેવનું પૂજન-અર્ચના અને મેં મરા નહીં હું ના શુભ સંદેશની ઉદઘોષણા અને યુગાવતાર સમી હર્ષોલ્લાસભરી ઉજાણી, મહાપ્રસાદ અને શ્રીગુરુદેવનાં દ્રષ્ટાંતપૂર્ણ વચનામૃતો-ભજનર્કિતન થશો. શ્રી ગુરુદેવની તપભીની ચરણ પાદૂકાના સ્પર્શનો લ્હાવો પણ મળશે.
સંસ્થાના ટ્રસ્ટી પ્રવીણભાઇ વસાણી ગુરુદેવશ્રીના મે મરા નહીં હું ના રૂડા સંદેશની ઉદઘોષણા કરશે અને તેને લગતી પ્રતીતિ કરવાશે. વરિષ્ઠ પત્રકાર કાંતિભાઇ કતિરા, એમાં સાથ આપશે. અત્યંત દુર્લભ એવા આ અવસરનો લ્હાવો લેવા પ્રવીણભાઇ વસાણી, રાજુભાઇ પોબારુ વગેરે ટ્રસ્ટીઓએ જાહેર વિનંતી કરી છે.
ખાસ નોંધ:- છેલ્લા 15 દિવસથી શ્રીરામનવમીના મોંઘેરા તહેવાર નિમિતે શ્રી સદગુરુ સદન-આશ્રમમા સંત શિરોમણી પૂ.શ્રી રણછોડદાસજી મહારાજશ્રીના દિવ્યોત્તમ સાન્નિધ્યમાં દેશભરના 500 સંત મહંતોની ઉપસ્થિતિમા શ્રી રામચરિત માનસના અખંડ પાઠ (સંગીતમય શૈલીમાં) યોજાયા હતા. જે દરમ્યાન સવારના નાસ્તાથી માંડીને બપોરે અને રાત્રીના ભોજન સુધીની વ્યવસ્થાઓ થઇ હતી. આ આયોજનમાં શ્રી રામાયણજીના વિશેષ પ્રસંગોની આસ્થા-ઉમંગભેર ઉજવણી થઇ હતી. મુંબઇ, સુરત અને છેક વિદેશનાં મહેમાનો સહિત એકલાખથી વધુ લોકોએ એનો લાભ લીધો હતો.