વોર્ડ નં.14માં કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાની જનસંપર્ક પદયાત્રાને બહોળો પ્રતિસાદ

  • વોર્ડ નં.14માં કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાની જનસંપર્ક પદયાત્રાને બહોળો પ્રતિસાદ
  • વોર્ડ નં.14માં કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાની જનસંપર્ક પદયાત્રાને બહોળો પ્રતિસાદ
  • વોર્ડ નં.14માં કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાની જનસંપર્ક પદયાત્રાને બહોળો પ્રતિસાદ

રાજકોટ, તા.16
રાજકોટમાં લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસપક્ષના લોકલાડીલા અને નિષ્ઠાવાન તેમજ શિક્ષિત ઉમેદવાર શ્રી લલિત કગથરાનો ચુંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે જેમાં રાજકોટમાં વોર્ડ નં.14માં કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ કગથરાની જનસંપર્ક પદયાત્રામાંસ્વયંભુ લોકો ઉમટ્યા હતા તેમજ વેપારીઓ, ધંધાર્થીઓ, યુવાનો, તેમજ વરિષ્ઠ નાગરિકો દ્વારા આ જનસંપર્ક પદયાત્રાને જબરું સમર્થન આપેલ હતું.
આ પદયાત્રામાં કોંગ્રેસપક્ષના ઉમેદવાર લલીતભાઈ કગથરા, શહેર કોંગ્રેસ પ્રમુખઅશોકભાઈ ડાંગર, પ્રદેશઆગેવાનો જશવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ ચોવટિયા, વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, પૂર્વડે.મેયર ભરતભાઈ મકવાણા, મોહનભાઈ સોજીત્રા, ભીખાભાઈ ગજેરા, રાજુભાઈ ચાવડીયા, કોર્પોરેટર નીલેશભાઈ મારું, રસીલાબેનગરૈયા.મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબાવાળા. વોર્ડ પ્રમુખ શ્રીમાણસુરભાઈ વાળા, રવિભાઈ ડાંગર, રાજુભાઈ સરવૈયા, બીજલભાઈ ચાવડીયા, રમેશભાઈતાલાટિયા, મયુરસિંહ પરમાર, ગજુભા ઝાલા, ડેનીશ માલા, સંજય કિયાળા, નીરવ કિયાડા, રાજુ લોઢીયા, પરેશભાઈ વોરા, દીપેનભાઈ ભગદેવ સહિતનાઆગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા. વોર્ડ નં. 10માં કોંગ્રેસપક્ષનું જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુહતું આકાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસ પક્ષના પ્રમુખ અશોકભાઈ ડાંગર, ઇલાબેન કગથરા,પ્રદેશ આગેવાનો રાજદીપસિંહ જાડેજા, પ્રદીપભાઈ ત્રિવેદી, મુકેશભાઈ ચાવડા, મનપા ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, ચતુરભાઈ પીપળીયા, સી.યુ.સાણજા, વોર્ડ પ્રમુખ જગદીશભાઈ ડોડીયા, નીલેશભાઈ વિરાણી, અમિતભાઈ પટેલ, હરપાલસિંહ જાડેજા, રાજુભાઈ જુન્જા, મયંકભાઈ હાથી, ચંદુભાઈ મેંદપરા,વગેરેઆગેવાનો કાર્યકરો, વિસ્તારવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસ પક્ષના લોકલાડીલા, શિક્ષિત ઉમેદવાર લલીતભાઈ કગથરાને ઠેરઠેર બહોળો જનસમર્થન મળી રહ્યું છે તેવી કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની અખબારી યાદી જણાવે છે.