ખેડૂતો માટે અલગ બજેટ: રાહુલની ઘોષણા

  • ખેડૂતો માટે અલગ બજેટ: રાહુલની ઘોષણા

 વડાપ્રધાન મોદી દેશનાં નહીં પણ ફક્ત ઉદ્યોગપતિઓનાં ચોકીદાર: રાહુલ
 ભાગેડુ પાસેથી પૈસા વસૂલીને ન્યાય યોજનામાં વપરાશે: રાહુલ
રાજુલા તા.16
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે મહુવામાં ચૂંટણી પ્રચાર માટે રણશિગું ફુંકયું હતું. પાર્ટીની લધુતમ આવક ગેરન્ટી યોજના ન્યાય માટે પૈસા કયાંથી આવશે તેવા થઇ રહેલા પ્રશ્ર્નો અંગે જવાબ આપતા રાહુલે કહ્યું હતું કે ન્યાય માટે પૈસા વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોકસી જેવા ફરાર લોકોના ખિસ્સામાંથી આવશે. મહુવા ખાતેની વિશાળ જનસભાને સંબોધન દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારના આડા હાથે લીધા લીધા હતા. રાહુલે મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવાની સાથે કોંગ્રેસ જો આ વખતે સત્તા પર આવી તો ખેડુતો, ગરીબો, બેરોજગારો અને મહીલાઓ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવાની જાહેરાતો કરી હતી.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવી તો, આઝાદ ભારતના ઇતિહાસમાં દેવું નહી ચૂકવી શકનાર કોઇપણ ખેડુતને કોંગ્રેસના શાસનમાં કયારેય જેલમાં નહી જવું પડે કોંગ્રેસ સત્તામાં આવશે તો, બે બજેટ રજુ કરશે. એક દેશનું ઓવરઓલ બજેટ અને બીજું ખેડુતો માટે વિશેષ બજેટ જે રજુ કરતા પહેલા ખેડુતોની રજુઆત સાંભળી તેઓને વિશ્ર્વાસમાં લેવામાં આવશે.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની નિયત પર સવાલ ઉઠાવતાં જણાવ્યું કે, મોદી કયારેય ખેડુતોનું દેવું માફ નહી કરે પરંતુ કોંગ્રેસે તે રાજયોમાં સત્તા પર આવી ત્યાં ખેડુતોનું દેવું માફ કરીને બતાવ્યું છે અને ગુજરાતમાં પણ ખેડુતોને દેવું માફ કરીને બતાવશે.
આકરા પ્રહારો કરતા જણાવ્યું કે વડાપ્રધાન મોદી માટે અદાણી અને અંબાણી માટે પૈસા છે પરંતુ ખેડુતોને આપવા માટે પૈસા છે પરંતુ ખેડુતોને આપવા માટે પૈસા નથી. ખેડુતોના ખાતામાં રૂા 1પ લાખ હજુ આવ્યા નથી. ખેડુતોને પાક વીમાની પૂરતા પૈસા હજુ મળતા નથી. આજે વિશ્ર્વમાં સૌથી વધુ બેરોજગારો ભારતમાં છે. મોદીજી તેમના માનીતા ઉઘોગપતિઓને ફાયદો કરાવવા રાફેલ ડીલ જેવા કોઇપણ સોદાઓ કરી શકે છે પરંતુ ખેડુતોના દેવા માફ કરી શકતા નથી.
રાહુલ ગાંધી સભા સ્થળે 4.45 વાગે પહોચતા લોકો કાળઝાળ ગરમીમા અકળાયા હતા. જો કે ત્યારબાદ રપ મીનીટ સુધી રાહુલ ગાંધીએ ભાષણ કર્યુ હતુ સ્થાનીક મહુવા પંથકને બાદ કરતા અમરેલી જીલ્લાના લોકો બસ મારફત વધુ પહોચ્યા હતા અને જે વિસ્તારમાં સભા હતી એના કરતા વધુ અન્ય વિસ્તારના લોકો વધુ આ સભામાં જોડાયા હતા.