SBIના 42 કરોડ ખાતાધારકો માટે 1મે થી નવો નિયમો લાગુ

  • SBIના 42 કરોડ ખાતાધારકો માટે 1મે થી નવો નિયમો લાગુ

ખાતામાં 1 લાખ રૂપિયાથી વધારેની રકમ હોવા
પર બચત ખાતામાં
3.25 ટકા વ્યાજ મળશે
નવી દિલ્હી, તા. 16
દેશની સૌથી મોટી બેંક એસબીઆઇના વ્યાજદરોમાં લઇને નવા નિયમ લાગૂ થવાના છે. આ ફેરફાર 1 મે થી થવાના છે.
આ ફેરફારની અસર એસબીઆઇના 40 કરોડથી વધારે ગ્રાહકો પર પડે એવી શક્યતા છે. આજે અમે આ રિપોર્ટમાં મોટા ફેરફાર માટે જણાવીશું.
વાસ્તવમાં એસબીઆઇ એ પોતાના ડિપોઝીટ અને લોનના વ્યાજ દરો આરબીઆઇ ની બેંચમાર્ક દરથી જોડી દીધો છે. એનો અર્થ એવો થયો કે હવે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના રેપો રેટમાં ફેરફાર થવા પર બેંકની જમા અને લોનના દરો પર પણ અસર થશે. જો કે 1 લાખ રૂપિયાથી વધારે જમા અને લોનના વ્યાજ દરો પર જ આ નિયમ લાગૂ થશે. આ નવી વ્યવસ્થા 1 મે થી લાગૂ થવાની છે. આ નવા નિયમના લાગૂ થયા બાદ ગ્રાહકોને પહેલાની સરખામણીમાં બચત ખાતા પર ઓછું વ્યાજ મળશે. એની પર એસબીઆઇના આશરે 95 ટકા ગ્રાહકો પર એની અસર પડશે.
નવો નિયમ લાગૂ થયા બાદ જઇઈંના ગ્રાહકોને 1 લાખ રૂપિયા સુધી રાખવા પર પહેલાની જેમ 3.5 ટકાનું વ્યાજ મળશે. જ્યારે ખાતામાં એક લાખ રૂપિયાથી વધારેની રકમ હોવા પર બચત ખાતા પર 3.25 ટકા વ્યાજ મળશે. આરબીઆઇ ની તરફથી તાજેતરમાં વ્યાજદરોમાં 0.25 ટકાના કાપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એસબીઆઇ સહિત ઘણા બેંકોની હોમ લોન અને ઑટો લોનના વ્યાજ દરોમાં કાપ કર્યો છે. એસબીઆઇએ લોનના વ્યાજદરોમાં 0.05 ટકાનો મામૂલી કાપ કર્યો છે.