સરકારી નોકરીના પ્રમોશનમાં SC/ST કવોટા સામે ‘સ્ટે’

  • સરકારી નોકરીના પ્રમોશનમાં  SC/ST કવોટા સામે ‘સ્ટે’

નવી દિલ્હી તા.16
બરાબર ચૂંટણી ટાણે સરકારે જબરી કાનુની ફતેહ મેળવી છે. જેમાં એક મહત્વના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીમાં શિડયુલ્ડ કાસ્ટસ અને ટ્રાઇબ્સ માટે પ્રમોશનમાં અનામત સામે સ્ટે આપ્યો છે. એસસી-એસટીના પ્રતિનિધિત્વ બાબતે સંખ્યાના ડેટાના અભાવે કેન્દ્ર અને રાજ્યો અનામતનો અમલ નહીં કરી શકતા સુપ્રીમ કોર્ટે આ
પગલું લીધું છે.
કેન્દ્ર, રાજ્યો અને કેટલીક વ્યક્તિઓ દ્વારા ફાઇલ કરવામાં આવેલી 84 અરજીઓની સુનાવણી કરતા જસ્ટીસ એસએ બોબડે અને જસ્ટીસ અબ્દુલ નઝરે અદાલત નિર્ણય ન કરે ત્યાં સુધી યથાશક્તિ જાળવી રાખવા હુકમ કરતાં પ્રમોશનમાં અનામતનો અમલ રોકાઇ ગયો છે. ગત સપ્ટેમ્બરમાં પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચે જણાવ્યું હતું કે બઢતીમાં અનામતનો અમલ થઇ શકે પણ અન્ય પછાત વર્ગોને લાગુ પડતો ક્રીમ લેયર એકસબ્રશનનો સિદ્ધાંત અનુસૂચિત જાતિ અને જનજાતિઓના ભ્રદ વર્ગને અનામતના લાભ આપતા રોકવા એ વિસ્તારી શકાય છે. કોર્ટે જણાવ્યું હતું કે પ્રમોશનમાં અનામત આપતા પહેલા આવા પ્રમોશનની વહીવટી કાર્યદક્ષતા પર અભ્યાસ કરવો જરૂરી છે. સુપ્રીમ કોર્ટે ગત સપ્ટેમ્બરમાં નાગરાજ કેસમાં અગાઉના ચુકાદામાં સુધારો કરી પ્રમોશનમાં અનામતને વ્યાજબી ઠરાવવા ડેટા એકત્ર કરવાની કામગીરીમાંથી રાજ્યોને મુક્તિ આપી હતી. પ્રમોશનમાં અનામતના મુળ મુદ્દાનો નિકાલ કરી વ્યક્તિઓ અને રાજ્યોએ આ મુદ્દે કરેલી અરજીઓનો નિર્ણય કરવાનું કામ નિયમિત બેચને સોપ્યું છે. દિલ્હી હાઇકોર્ટે નવેમ્બરમાં કેન્દ્રને સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવા જણાવી 3 મહીનામાં કેન્દ્રીય નોકરીઓમાં પ્રમોશનમાં અનામત
(અનુસંધાન પાના નં. 10)
આપવા આદેશ આપ્યો હતો.
આ નિર્ણયને કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે બેંચને જણાવ્યું હતું કે 3 મહિનામાં આદેશનો અમલ કરવાનું શકય નથી. સરકારે એસસી-એસટી કર્મચારીઓના પુરતા પ્રતિનિધિત્વ બાબતે જાણકારી મેળવવા તમામ વિભાગોમાં આવી કવાયત કરવી પડશે. એટર્ની જનરલે હાઇકોર્ટના ઓર્ડર સામે સ્ટે માંગ્યો હતો. જનરલ કેટેગરીના સરકારી કર્મચારીઓ વતી ઉપસ્થિત રહેવા એડવોકેટોએ બેંચને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્પષ્ટ છે અને પ્રમોશનમાં રીઝર્વેશન જર્નેલસિંહ અને નાગરાજ કેસોમાં નક્કી કરવામાં આવેલી શરતો પરીપૂર્ણ કર્યા વગર એનો અમલ થઇ ન શકે.
રાજ્યો વતી ઉપસ્થિત રહેલા વકીલોએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે વિવાદનો અંત લાવવા આ મુદ્દે નિર્ણય કરવો જોઇએ. પ્રમોશનમાં અનામતની નીતિનો અમલ ન થતાં હજારો જગ્યાઓ ખાલી પડી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે વહેલી તારીખ આપવી શકય નથી. આખરી સુનાવણી માટે કોર્ટે 15 ઓકટોબરની તારીખ નક્કી કરી છે.