બીજા દિવસે ધૂળનું આવરણ, કાલથી ફરી ગરમી

  • બીજા દિવસે ધૂળનું આવરણ, કાલથી ફરી ગરમી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અચાનક હવામાન પલ્ટો; આજે છૂટાછવાયા સ્થળોએ માવઠુ થવાની શકયતા રાજકોટ તા,16
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં અચાનક આવેલા હવમાન પલ્ટા બાદ આજે બીજા દિવસે પણ ધૂળનું આવરણ છવાયું હતું. આજે પણ છુટા છવાયા સ્થળે માવઠુ થવાની શકયતા છે.
અપર ચેફ સાયકલોનિક સિસ્ટમના કારણે વાદળછાયા વાતાવરણ બાદ ગઈકાલે સૌરાષ્ટ્ર - કચ્છમાં હળવા - ભારે ઝાપટા પડ્યા હતા. તેના કારણે તાપમાનનો પારો ગગડી ગયો હતો. આજે બીજા દિવસે પણ અનેક શહેરોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. જોકે સવારથી સૂર્યનારાયણના આકરા મિજાજમાં દર્શન થયા હતા. આવતીકાલથી તાપમાનનો પારો ફરી ઉંચે ચડવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.
વાદળિયા વાતાવરણના કારણે આજે લઘુતમ તાપમાન પણ ઘટી ગયું હતું. રાજકોટમાં 24.્ર, ભાવનગરમાં 27.8, પોરબંદરમાં 24.0, વેરાવળમાં 24.8, દ્વારકામાં 25.2, ઓખામાં 25.8, ભૂજમાં 23.4, સુરેન્દ્રનગરમાં 23.4, અમરેલીમાં 25.2, દિવમાં 22.2 ડિગ્ર તાપમાન થઈ ગયું હતું.
કાળઝાળ ગરમીભર્યા માહોલ વચ્ચે સોમવારની વહેલી સવારાથી મોસમનો મિજાજ બદલાઈ ગયો હતો. હવામાનમાં આવેલા અચાનક પલટાથી લોકોને આકરી ગરમીથી રાહત મળી છે. ભારે પવનના લીધે રસ્તા પર ધુળની ડમરી ઉડતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. લોકોના ઘર, ઓફીસ ધુળાથી ભરાઈ ગયા હતા. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોસમના આ બદલાયેલા મિજાજની અસર જોવા મળી હતી.
આગામી બે દિવસ વિવિાધ વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. અરબી સમુદ્રમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટો આવતા ઘાબડિયા માહોલની સાથે ધુળની ડમરીઓ ઉડવાના લીધે અસૃથમા, એલર્જીના દર્દીઓની મુશ્કેલીમાં વાધારો થયો છે. વિશેષમાં મોસમનો મિજાજ બદલાતા તેજ ગતિએ પવન ફુંકાવાના લીધે બાગાયતી પાકોને નુકસાની પહોંચી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. પવનની ઝડપ વાધતા કેરીઓ ખરી પડી હતી. ઉપરાંત અન્ય બાગાયતી પાકોની સાથે શાકભાજીમાં પણ જીવાતનો ઉપદ્રવ વાધવાની સંભાવના વ્યક્ત કરી હતી.
ભાવનગર
ભાવનગરમાં આજે બીજા દિવસે પણ આકાશમાં ધુળિયું વાતાવરણ સર્જાયુ હતું. પવન પણ સ્થિર થઈ ગયો છે. કયારેક ધુળની ડમરીઓ પણ ઉડી હતી.
ગોહિલવાડ પંથકમાં ગઈકાલે આકાશ વાદળોથી ઘેરાયું હતું અને ધુંધળુ વાતાવરણ સર્જાયુ હતું. આજે મંગળવારે પણ સવારથી જ વાદળિયુ વાતાવરણ રહ્યું હતું. પવનની ઝડપ સાવ ઘટી ગઈ હતી. જોકે કયારેક કયારેક ધુળની ડમરીઓ ઉડી હતી. પલટાયેલા વાતાવરણને કારણે ગરમીનું પ્રમાણ સામાન્ય બની ગયું હતું.