માટી, રંગ અને પીંછીના પગલે કંડારે છે સ્વપ્નોની કેડી ડગલે ડગલે

  • માટી, રંગ અને પીંછીના પગલે કંડારે છે સ્વપ્નોની કેડી ડગલે ડગલે
  • માટી, રંગ અને પીંછીના પગલે કંડારે છે સ્વપ્નોની કેડી ડગલે ડગલે
  • માટી, રંગ અને પીંછીના પગલે કંડારે છે સ્વપ્નોની કેડી ડગલે ડગલે
  • માટી, રંગ અને પીંછીના પગલે કંડારે છે સ્વપ્નોની કેડી ડગલે ડગલે
  • માટી, રંગ અને પીંછીના પગલે કંડારે છે સ્વપ્નોની કેડી ડગલે ડગલે

પેઈન્ટિંગ સાથે સ્કલ્પચરમાં પણ માસ્ટરી છે ઉર્વી વખારિયાની
શાળામાં અભ્યાસ કરતી વખતે ડ્રોઇંગ સારું હોવાથી શિક્ષકો દ્વારા પ્રોત્સાહન મળતા જાતે ડ્રોઇંગ અને પેઈન્ટિંગ શરુ કર્યું. વધુ સારી રીતે શીખવા રાજકોટની સૌથી જુની સંસ્થા સૌરાષ્ટ્ર ચિત્ર શાળામાં થોડા સમય જોડાયા અને લગ્ન બાદ સુરતમાં સ્થાયી થતા ચિત્રકલામાં બ્રેક લાગી. ફરી બાળકો, પરિવારની જવાબદારી વચ્ચે ચિત્રકામ શરુ કર્યું. સુરતમાં અનેક શોની મુલાકાત લેતા પેઈન્ટિંગથી જ સંતોષ ન માનતા તેમને સ્કલ્પચર શીખવાનો પણ રંગ લાગ્યો. આ કલા તેઓ ગુજરાતના જાણીતા કલાકાર ચંદ્રકાંતભાઇ પ્રજાપતિ પાસેથી શીખ્યા. તેઓ પેઈન્ટિંગ સાથે ફાઈબર કાસ્ટીંગ અને ટેરાકોટામાં સ્કલ્પચર બનાવે છે.
હાલ સુરતમાં એસસીઈટી આર્કિટેક ડિપાર્ટમેન્ટમાં વિઝીટીંગ ફેકલ્ટી પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ઉર્વીને 2015માં લલિતકલા એકેડેમીનો એવોર્ડ મળ્યો છે. રાજકોટ, જામનગર, અમદાવાદ, વડોદરા, મુંબઇ ઉપરાંત લલિતકલા એકેડેમી દિલ્હીમાં 2013માં અને ઉજજૈન તેમજ હાલ કલકત્તામાં ચાલી રહેલ શો સહિત અત્યાર સુધીમાં અનેક સોલો શો અને ગ્રુપ શો કર્યા છે. માઈલસ્ટોન હોસ્પિટલ રાજકોટ તેમજ રાજકોટના પેલેસ સહિત અનેક સ્થાનો ઉર્વીના પેઈન્ટીંગ અને સ્કલ્પચરથી શોભે છે. ગુજરાતમાં લોકો કલા પ્રત્યે ઉદાસીન છે એવી ફરિયાદ છતાં ધીરજ, મહેનત અને ખંતથી પરિવારની જવાબદારી સાથે પોતાની કલા, સાધનાને આગળ ધપાવતા ઉર્વીને ‘ગુજરાત મિરર’ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. 24 કલાકમાંથી થોડો સમય ‘પોતાની જાતને’ ને આપો...
મહિલાઓને સંદેશ આપતા દિપાલી શાહએ જણાવ્યું કે દરેક મહિલાએ પોતાના અલગ અસ્તિત્વની ઓળખ બનાવવી જોઇએ. દરેકમાં કોઇ કલા, આવડત છુપાયેલી હોય જ છે તેને ઓળખી તેને બહાર લાવવાનો પ્રયત્ન કરો ટેલિવિઝન, ટેલિફોનમાં કેટલોક સમય આપણે ગુમાવી દઇએ છીએ તો સમયનો સદ્ઉપયોગ પોતાના માટે કરો
ઉર્વી વખારિયાએ પણ કંઇક આવી જ વાત કરતા જણાવ્યું હતું કે તમારી અંદર રહેલી શક્તિ કે આવડતને ઓળખો અને તેને જ વ્યવસાય બનાવો સફળતા મળવાની તક વધુ રહેશે અને હા પરિશ્રમથી કયારેય પાછી પાની કરશો નહીં.
મીતા ભટ્ટે મહિલાઓને ઉદે્શીને જણાવ્યું કે ‘કંઇક કરવું છે’ એવા અંદરના ભાવને મરવા ન દો દરેક પરિવારમાં મહિલાનું મહત્ત્વ હોય છે. પરંતુ ઉંમરના એક પડાવ પર તમારી અંદર રહેલ આવડત જ કામ આવશે.
કહેવાય છે - કલા એ ઈશ્ર્વરનું વરદાન છે. વ્યક્તિને કોઇ પણ કલામાં રસ હોય અને પછી મહેનત દ્વારા તે કલાના ક્ષેત્રમાં સફળતા મેળવે છે અને કેટલાકને તે ગોડ ગિફ્ટ હોય છે જે કુદરતી હોય છે. તેના માટે તેને પરિશ્રમ કરવો પડતો નથી. કલાનું ક્ષેત્ર એવું છે કે જેમાં કારકિર્દી બનાવવી હોય તો પરિશ્રમ અને પુરુષાર્થ સાથે પ્રારબ્ધ જોઇએ. આજે ધીરજપૂર્વક કલાની સાધના કરતી મહિલાઓની વાત કરવી છે જેમાં તેમણે કઠીન પરિશ્રમ અને ધીરજથી સફળતા મેળવી છે. પોતાની ફરજ નિભાવતા પોતાની અંદર રહેલ કલાને જીવંત રાખી છે. ખૂબ મહેનત પછી પણ તેનું નાણાંકીય મુલ્ય ઓછું મળે છે. છતા આ મહિલાઓએ ધીરજથી પોતાના માર્ગે ચાલીને એક પછી એક સફળતા મેળવી કલાના દેવતાની આરાધના કરી છે. રાજકોટની જ આ મહિલાઓ પોતાની આવડત, પોતાનો રસ અને ધીરજ વડે આ ક્ષેત્રમાં રહીને પોતાને ગમતી પ્રવૃતિનો ગુલાલ કરે છે.