કઠોળ ફ્રેન્કી । સેવ ખમણી

  • કઠોળ ફ્રેન્કી । સેવ ખમણી

કઠોળ ફ્રેન્કી
વાનગીનો સમય : 10 મિનિટ
વાનગીનું પ્રમાણ : 5 નંગ
: સામગ્રી :
ચપાટી, ચોખાનો લોટ : 1 કપ, મીઠું : સ્વાદ અનુસાર, પાણી : જરૂર મુજબ
: સ્ટફીંગ :
મગ (બોઇલ) : 1 કપ
ચણા (બોઇલ) : 1 કપ
અડદ દાળ (બોઈલ) : 1/4 કપ
મીઠું : સ્વાદ અનુસાર
મરીનો ભુકો : 1 ટી સ્પુન
: પધ્ધતિ :
1. સૌપ્રથમ એક બાઉલમાં ચોખાનો લોટ લો, ત્યારબાદ તેમાં મીઠું ઉમેરી મિકસ કરો.
2. હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી એક પાતળું બેટર તૈયાર કરો.
3. હવે આ બેટરને ગરમ નોનસ્ટીક તવા પર પાથરો અને તેને બંને બાજુ શેકો
4. હવે બીજા બાઉલમાં સ્ટફીંગની બધી જ સામગ્રીને બરાબર મિકસ કરી લો.
5. હવે આ શેકાયેલ ચપાટીની વચ્ચે કઠોળનું સ્ટફીંગ ભરી તેનો રોલ બનાવી લો.
6. હવે તેને ગરમ ગરમ મગના ઓસામણ અને હિંગ મરીના ઉકાળા સાથે સર્વ કરો.
સેવ ખમણી
વાનગીનો સમય : 15 મિનિટ
વાનગીનું પ્રમાણ : 250 ગ્રામ/3 વ્યક્તિ માટે
: સામગ્રી :
ચણાની દાળ : 1 કપ
મીઠું : સ્વાદ અનુસાર
હિંગ : 1/4 ટી સ્પુન
સેવ બનાવવા માટે
ચણાનો લોટ : 1 કપ
પાણી : 1/2 કપ
મીઠું : સ્વાદ અનુસાર
મરી : 1/2 ટી સ્પુન
: પધ્ધતિ :
1. સૌપ્રથમ ચણાની દાળને પલાળી લો અથવા ગરમ પાણીમાં ઉકાળી લો.
2. ત્યારબાદ તેને ક્રશ કરી લો. જરૂર મુજબ પાણી ઉમેરી શકાય.
3. હવે તેમાં હીંગ તથા મીઠું ઉમેરી તેને બરાબર મિકસ કરી તેને ઢોકળિયામાં 10 મિનિટ માટે સ્ટીમ કરો.
4. હવે આ ઢોકળાને કટ કરી તેનો ચુરો કરો અને તેને કડાઇમાં શેકી લો.
5. હવે બીજા બાઉલમાં ચણાના લોટમાં સેવની તમામ સામગ્રી ઉમેરી તેનો લોટ તૈયાર કરો.
6. હવે આ લોટને સંચામાં ભરી એક ઓવેનની ટ્રે સેવ પાડી તેને 200 એ 20 મીનીટ બેક કરો અથવા
તેને કુકરમાં નીચે કાંઠો મુકી રીંગ અને વ્હિસલ કાઢી તેના પર થાળી મૂકી તેના પર સેવને પથારી તેને 20 મીનીટ બેક કરો.
7. હવે ખમણી તથા આ સેવને મિકસ કરી દાળિયા ચટણી સાથે સર્વ કરો.