સરળતાથી શાતાકારી આયંબિલ કરો

  • સરળતાથી શાતાકારી આયંબિલ કરો
  • સરળતાથી શાતાકારી આયંબિલ કરો


જૈનોની આયંબિલ ઓળી હાલ ચાલી રહી છે જેમાં દૂધ, દહીં, છાસ, ગોળ, ખાંડ, શાકભાજી, તેલ, ઘી વગેરે દ્રવ્યો વગરનું સુકુ ભોજન એક જ વાર લેવામાં આવે છે. જો કેટલીક વાતોનું ધ્યાન દોરવામાં આવે તો આ આયંબિલ આરાધના સરળ રીતે થઇ શકે છે.
જૈનાચાર્ય પૂજ્ય શ્રી મહાબોધિસૂરીશ્ર્વરજી મ.સા. સારી આયંબિલ થાય એ માટે જણાવે છે કે આયંબિલમાં બીજુ ખાવા કરતા રોટલી સાથે સિંધાલુણ મીઠુ, સુંઠનો પાવડર અને તેમાં મગનું પાણી મિકસ કરીને બનાવેલ ચટની ખાવાનું સુચવે છે. જેના કારણે પેટના પ્રોબ્લેમ એસીડીટી નહીં થાય અને આયંબિલ સારી રીતે થઇ શકશે.
આયંબિલ કરવામાં દાળિયા, મમરા, કુરકુરે વગેરે છેલ્લે ખાવું કારણ કે ખાલી પેટ હોય ત્યારે તે ખાવાથી પિત્ત કે એસીડીટી થવાની શકયતા રહે છે.
આયંબિલમાં મગની દાળ સવારે પલાળીને તેનું પાણી પીવું તે શક્તિવર્ધક સાબિત થાય છે.
ફકત ચણાની જ વસ્તુ કેટલીક વાર ગેસની તકલીફ ઉભી કરે છે તેથી બાજરાનો રોટલો, રોટલી વગેરે પણ સાથે ખાવું જોઇએ.
મરીનો ભુક્કો, હિંગ વગેરે પેટની ગરબડ થતા અટકાવે છે તેથી તેનો ઉપયોગ વધુ કરવો.
આમ તો આયંબિલ શરીરને સ્વસ્થ બનાવે છે પરંતુ હાલ એકથી વધુ અનેક જુદી જુદી ખાવાની વસ્તુના કારણે કયારેક પેટમાં તકલીફ થાય છે તેથી સ્વાદનું મહત્ત્વ ન જોતા તપનું મહત્ત્વ જોઇ આયંબિલ કરવી.
આયંબિલ માં ખોરાક એ જ દવા
ક્યારે અને કઈ રીતે ખોરાક લેવો તેની માહિતી...
1. ઝાડા
1. ઘઉંની/મકાઈની/ચણાની બનેલી વસ્તુઓ વાપરવી નહિ.
2. કાચી વસ્તુ વાપરવી નહિ.
3. વધારે તકલીફ હોયતો કુટજ ઘનવટીની 2-3 ગોળી લઈ શકાય.
2. પિત્ત/ઉલ્ટી/ઉબકા/માથું દુ:ખવું
1. ઉપવાસ કે આયંબિલ ના દિવસે પચ્ચક્ખાણ લઈ પોરિસિના પચ્ચક્ખાણે પાણી પી લેવું જેથી પિત્ત શાંત થઈ જાય.
2. અડદની તેમજ તુવેરની વસ્તુઓ વાપરવી નહિ.
3. શરદી/કફ/તાવ
1. મગના પાણી/હીંગ મરીના ઉકાળામાં સ્ટ્રોંગ સૂંઠ નાખી/સૂંઠનો ઉકાળો વાપરી 10 મિનિટ બેસી રહેવું પછી વાપરવાનું શરૂ કરી શકાય.
2. સુદર્શન ઘનવટી રોજ 3 ગોળી લઈ શકાય.
4. પેટમાાં દુ:ખવું
1. કાચું વાપરવું નહિ
2. ભારે ખોરાક જેવો કે મકાઈ, દાલબાટી, ખીચીયું, ઘઉંનો ખોરાક ત્યાગ કરવો.
5. દાંત દુ:ખાવો
1. આયંબિલ ચાલુ કરતા પહેલા તથા પછી કાંટાનો માયુ અથવા બલવણ ને આંગળી પર લઈ જે ભાગમાં દુખાવો છે ત્યાં જોરશી ઘસવું.
6. ગેસ થવો
1. હિંગનો ઉપયોગ કરવો અને ચણાની વસ્તુનો ત્યાગ કરવો/રાત્રે સુતા પેટ (ડુંટીના ભાગ) પર હીંગ લગાડવી.
7. અશક્તિ
1. જવાર, બાજરો છોડી ઘઉંની વસ્તુ અશક્તિ દૂર
કરે છે.
2. પૂરતા પ્રમાણે પેટ ભરીને વાપરવાથી અશક્તિ દૂર થાય છે.
3. અડદની આઈટમનો વધારે ઉપયોગ કરી શકાય.
8. એસીડીટી
1. સૂંઠ મરીવાળા દ્રવ્યનો ત્યાગ કરવો.
2. ઉકાળેલું પાણી પોરસિના પચ્ચક્ખાણે તેમ જ આખો દિવસ ઠંડુ વાપરવું.
9. નોંધ
અણાહારી કોઈપણ દવા આયંબિલ કર્યા પછી લેવી હોય તો....
1. દવા લીધા પહેલા પાણી પી શકાય પણ પાણી સાથે દવા ન લઈ શકાય.
2. દવા લીધા પછી 48 મિનિટ પછી જ પાણી પી શકાય.
3. ત્રિશુલની ગોળી આયંબિલ માં ન ચાલે.