સોરઠમાં આજે રૂપાણીની ત્રણ સભા, વંથલીમાં કાલે રાહુલ ગાંધી

  • સોરઠમાં આજે રૂપાણીની ત્રણ સભા, વંથલીમાં કાલે રાહુલ ગાંધી
  • સોરઠમાં આજે રૂપાણીની ત્રણ સભા, વંથલીમાં કાલે રાહુલ ગાંધી

 લોકસભા ચૂંટણીમાં પ્રચાર અંતિમ તબક્કામાં
જુનાગઢ તા. 16
જુનાગઢ લોકસભાની પ્રતિષ્ઠા ભરી સીટ હાસિલ કરવા માટે ભાજપ, કોંગ્રેસ દ્વારા ભારે હવાતિયાં મરાઈ રહ્યા છે ત્યારે મતદારોને રીઝવવા આજે મુખ્યમંત્રી રૂપાણી જુનાગઢ જિલ્લામાં 3 શભાઓ ગજવશે,
જ્યારે ગુરુવારે તા. 18ના રોજ કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી જુનાગઢના વંથલી ખાતે સભાને સંબોધશે ત્યારે હાર્દિક પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.
આજે જુનાગઢની સીટ હાસિલ કરવા માટે અને મતદારોને મનાવી લેવા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી કારીમાં બાગ, માળીયા ખાતે બપોરે 4 વાગ્યે તથા જૂનાગઢના જોશીપુરામાં પાદર ચોક ખાતે બપોરના 4:15 કલાકે તેમજ ભેંસણના વિનય મંદીર ખાતે રાત્રીના 8 વાગ્યે ભાજપની ચુંટણી સભા સંબોધશે.
જ્યારે આગમી તા. 18 ને ગુરુવારના રોજ કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહા સચિવ રાહુલ ગાંધી જુનાગઢના વંથલી ખાતે, શાપુર ચોકડી પાસે જંગી જાહેર સભાને સંબોધશે, આ વેળાએ હાર્દિક પટેલ પણ ખાસ ઉપસ્થિત રહી સભાને ગજવશે.