UAEમાં BAPSના સ્વામિ. મંદિરનો 20મીએ શિલાન્યાસ

  • UAEમાં BAPSના સ્વામિ. મંદિરનો 20મીએ શિલાન્યાસ
  • UAEમાં BAPSના સ્વામિ. મંદિરનો 20મીએ શિલાન્યાસ

નવી દિલ્હી : અબુધાબીમા બી.એ.પી.એસ.ના મંદિરની શિલાન્યાસવિધિ 20 એપ્રિલના રોજ મહંત સ્વામી મહારાજના હસ્તે કરવામાં આવશે. તે પહેલા અબુધાબીના મિનિસ્ટર ઓફ ટોલરન્સ શેખ નાહ્યાન શેખ નાહ્યાન અલ નાહ્યાન દ્વારા રવિવારે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, બી.આર.શેટ્ટી, યુસુફ અલી જેવા 60થી વધુ અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં બાપ્સ સંસ્થાના સંત બ્રહ્મવિહારી સ્વામી પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે અબુધાબીમાં બની (અનુસંધાન પાના નં. 8)
રહેલા હિંદુ મંદિરની વિગતો પ્રસ્તુત કરી હતી. જેમાં મંદિર નિર્માણની જાહેરાત થી લઈને તે અંગેનો ઈતિહાસ અને ભવિષ્યની ચર્ચા-વિચારણા કરી હતી.
ઉલ્લેખનીય છે કે યુએઈ(યુનાઇટેડ આરબ એમિરેટ્સ)ની રાજધાની અબુધાબી ખાતે પરંપરાગત શૈલીના પ્રથમ શિખરબદ્ધ ઇઅઙજ હિંદુ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે સંસ્થાના પ્રમુખ મહંતસ્વામી મહારાજ તા.18થી 29 એપ્રિલ દરમિયાન ખાતમુહૂર્ત-શિલાન્યાસ વિધિ માટે સૌપ્રથમ વખત યુએઈ આવી રહ્યા છે.
જે અંતર્ગત તા.20મી એપ્રિલના રોજ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના હસ્તે પરંપરાગત શૈલીના પ્રથમ બીએપીએસ હિંદુ મંદિરની શિલાન્યાસ વિધિ અબુ મુરૈખા ખાતે યોજાશે.