નરેન્દ્ર મોદી જીતશે તો મારી હત્યા કરાવશે : શરદ યાદવ

  • નરેન્દ્ર મોદી જીતશે તો મારી  હત્યા કરાવશે : શરદ યાદવ
  • નરેન્દ્ર મોદી જીતશે તો મારી  હત્યા કરાવશે : શરદ યાદવ

માધોપુર તા.16
લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવે જણાવ્યુ કે, તેમને ચૂંટણીમાં જીવનું જોખમ છે. પીએમ મોદી ફરીવાર ચૂંટણી જીતશે તો મને જેલમાં મોકલી આપશે અથવા મારી ગોળી મારી હત્યા કરાવશે. શરદ યાદવે આ પ્રકારનું નિવેદન બિહારના માધોપુરમાં આપ્યુ. તેઓ માધોપુરથી આરજેડીની ટિકિટ પરથી ચૂંટણી લડી કહ્યા છે. તેઓ જેડીયુના પૂર્વ મહાસચિવ પણ રહી ચુક્યા છે.
નીતિશ કુમાર સાથેના મતભેદ બાદ તેમણે જેડીયુ સાથે છેડો ફાડ્યો હતો.
જેથી આરજેડીએ ચૂંટણીમાં શરદ યાદવને માધોપુરથી ટિકિટ આપી છે. તેઓ છેલ્લા ઘમા સમયથી માધોપુરથી સાંસદ રહી ચુક્યા છે. ત્યારે ફરીવાર તેઓ માધોપુરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.