ભજન સમ્રાટ કૂતરું !

  • ભજન સમ્રાટ કૂતરું !


આજકાલ ઈન્ટરનેટ પર એક એવું કૂતરું ચર્ચામાં છે કે જે મંદિરમાં જાય છે અને ત્યાં ભજન પણ ‘ગાય’ છે. આ ઘટના મહારાષ્ટ્રના પૂણે શહેરની છે. ટ્વિટર પર તીમવળફમફયિં નામના યૂઝર થકી એક વિડીયો શેર કરવામાં આવ્યો છે કે જેમાં સાંજનો સમય છે. મંદિરમાં ભજન-કિર્તન ચાલી રહ્યા છે. ત્યાં પાછળ એક સફેદ કૂતરું પણ ઊભું છે. આ કૂતરું ભજનના સૂરમાં સૂર પુરાવી રહ્યું છે. સુશમા દાતે વીડિયો શેર કરતા લખ્યું કે આ નાનકડું ભક્ત કૂતરું મારા દોસ્તના કારખાના પર રહે છે. તે દર ગુરુવારે સાંજે ભૂલ્યા વિના નજીકના મંદિરમાં જાય છે અને કિર્તનમાં ભાગ લે છે. ત્યારબાદ તે પ્રસાદ ખાય છે અને પછી કારખાના પર પરત આવે છે.