શ્રીલંકામાં સિરિયલ બ્લાસ્ટ: ઇસ્ટરની પૂજા દરમિયાન 3 ચર્ચમાં બોમ્બ બ્લાસ્ટ, ૫૦ ના મોતApril 21, 2019

  • શ્રીલંકામાં સિરિયલ બ્લાસ્ટ: ઇસ્ટરની પૂજા દરમિયાન 3 ચર્ચમાં બોમ્બ બ્લાસ્ટ, ૫૦ ના મોત

કોલંબો: કોલંબો અને શ્રીલંકાના ઘણા વિસ્તારોમાં ઇસ્ટર પર્વ દરમિયાન બોમ્બ બ્લાસ્ટના સમાચાર છે. રિપોર્ટ્સ અનુસાર શ્રીલંકામાં પાંચ બ્લાસ્ટ થયા હતા જેમાંથી ત્રણ ચર્ચમાં, જ્યારે બે અન્ય હોટલોમાં  થયા હતા. આ બ્લાસ્ટમાં 200થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. શ્રીલંકાના મીડિયાના હવાલેથી ન્યૂઝ એજન્સી ANI નું કહેવું છે કે આ બ્લાસ્ટમાં 42થી વધુ લોકોના મોત નિપજ્યા છે જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસનું માનવું છે કે ઘાયલોથી સંખ્યા વધી શકે છે.  શ્રીલંકાના ઘણા અહેવાલો અનુસાર બટિકાલોઆ, નેગોમબો અને કોલંબોના ચર્ચમાં અને હોટલ શાંગરી લા અને કિંગ્સબરી સહિત હોટલોમાં બ્લાસ્ટ થયા છે. બ્લાસ્ટ તે સમયે થયો જ્યારે ઇસ્ટરની પ્રાર્થના માટે લોકો ચર્ચમાં એકઠા થયા હતા. પોલીસે જણાવ્યું કે સ્થાનિક સમયનુસાર પ્રથમ બ્લાસ્ટ 8:45 વાગે થયો. જે ચર્ચોને નિશાન બનાવવામાં આવી છે, તેમાંથી એક રાજધાનીના ઉત્તરી ભાગમાં છે અને બીજી કોલંબોની બહાર નેગોમ્બો કસ્બામાં જણાવવામાં આવી રહ્યું છે. લોકોએ આ દરમિયાન ટ્વિટર પર સેંટ એંથનીના ચર્ચના ફોટા અપલોડ કર્યા છે, જેમાં જમીન પર કાટમાળ વિખરાયેલો પડ્યો છે અને લોકો ઇજાગ્રસ્તોની મદદમાં કરી રહ્યા છે. 

 
 
 

Related News