મજબૂત શાસનથી મોભાદાર ભારતનું નિર્માણ, નરેન્દ્ર મોદીએ વિકાસની પરિભાષા બદલી નાખીApril 20, 2019

  • મજબૂત શાસનથી મોભાદાર ભારતનું નિર્માણ, નરેન્દ્ર મોદીએ વિકાસની પરિભાષા બદલી નાખી


લોકસભાની ચૂંટણી માટે આગામી તા.23ને મંગળવારના રોજ ગુજરાતની 26 બેઠકો ઉપર મતદાન થનાર છે. ત્યારે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદીને વધુ એકવખત વડાપ્રધાન બનાવવા ગુજરાતના મતદારો કૃતનિશ્ર્ચયી બન્યા છે તે જોતા ગુજરાતની તમામ બેઠકો ઉપર વધુ એક વખત કમળ ખીલે તેવું ચિ જોવા મળી રહ્યું છે. ગુજરાતા મુખ્યમંત્રી પદે રહીને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની પરિભાષા જ બદલી નાખી હતી અને જે યોજનાનું ખાતમુહુતે તે કરે તેનું લોકાર્પણ પોતે જ કરે તેવા મંત્ર સાથે વિકાસ કરતા ગુજરાતના આ વિકાસ મોડેલના આધારે 2014ની લોકસભાની ચૂંટણીમાં દેશભરની જનતાએ તેમને ફૂલડે વધાવી ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે શ્રી નરેન્દ્રભાઇ મોદીને સતાનું સુકાન સોંપ્યું હતું. ગુજરાતની જનતાએ પણ ખોબલે ખોબલે મત આપી ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર કમળ ખીલવ્યું હતું અને ભાજપની ઐતિહાસિક જીતનો મજબુત પાયો ધરબ્યો હતો.
કેન્દ્રમાં પાંચ વર્ષના શાસન દરમ્યા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના શાસનની સમગ્ર પ્રણાલીમાં નવા પ્રાણ ફૂંકી આમુલ પરિવર્તન આણ્યા હતા. પોતે સંઘના એક પ્રચારક તરીકે વર્ષો સુધી દુર્ગમ ગામડાઓ સુધી ભ્રમણ કરી છેવાડાના માનવીની પાયાની જરૂરીયાતો અને વેદનાથી વાકેફ હોવાથી સૌ પ્રથમ ગરીબ એ મધ્યમવર્ગનું જીવન ધોરણ ઉંચુ આવે તે માટે અનેક યોજનાઓ અમલમાં મુકી વચેટીયા પ્રથા સંપૂર્ણ નાબુદ કરી નાખી હતી અને તેના કારણે ભારતમાં ભ્રષ્ટાચાર મુક્ત સુશાસનનો ઉદય થયો છે. આજરીતે દેશમાં ઔદ્યોગિક રોકાણ માટે મુક્ત વાતાવરણ સર્જીને વિશ્ર્વભરના રોકાણકારોને ભારત તરફ આકર્ષવામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સફળતા મેળવી છે અને તેના કારણે દુનિયાભરના તમામ દેશો ભારતને એક ઝડપથી ઉભરી રહેલી મહાસતા તરીકે સ્વીકારતા થયા છે. વિશ્ર્વની તમામ મોટી કંપનીઓએ ભારતમાં રોકાણ કરવા માટે રીતસર દોટ મૂકી છે અને આ રોકાણના મીઠા ફળ હવે દેશની જનતાને મળવા પણ લાગ્યા છે.
આ ઉપરાંત અગાઉ વિશ્ર્વા અનેક દેશો ભારતને નિરાશાભરી નજરે જોતા હતા. પરંતુ પાંચ વર્ષમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્ર્વના અનેક દેશોનો પ્રવાસ કરી ભારતની સાચી તાકાત અને ખુમારીનો પરિચય કરાવતા વિશ્ર્વની નજરમાં આજે ભારત એક આશાસ્પદ દેશ બની ગયો છે. તેમાંય પાકિસ્તાન અને ચીનની અવળચંડાઈ સામે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઈંટનો જવાબ પથ્થરથી આપવાની નીતિ અપનાવતા વિશ્ર્વની દૃષ્ટીએ ભારત એક શક્તિશાળી રાષ્ટ્ર પણ બની ગયું છે અને વિશ્ર્વભરમાં વસતા ભારતીયો માથુ ઉંચુ કરીને ગર્વભેર જીવી રહ્યા છે અને ભારતનો દરેક નાગરીક પણ ખુમારીનો અનુભવ કરતો થઇ ગયો છે.
આઝાદી વખતથી ભારતમાં આતંકવાદી હુમલા કરાવી અશાંતી ફેલાવવાના કાવત્રા કરતું પાકિસ્તાન પ્રથમ વખત ભારતથી ફફડી રહ્યું છે અને ભારત પાસે શાંતિની ભીખ માંગી રહ્યું છે. આમ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષના શાસનમાં જ દેશના નાગરીકોની સર્વાંગી સુખાકારી તથા આંતર માળખાકીય વિકાસથી માંડી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને મોભાદાર સ્થાન અપાવવામાં સફળતા મેળવી છે. હવે આ દેશનું ભલુ કરવું હોય અને વિકાસ કરવો હોય તો મોદી સિવાય તેનો કોઇ વિકલ્પ નથી. શ્રી નરેન્દ્ર મોદીની તુલનાએ આવે તેવો કોઇ નેતા વિરોધપક્ષોમાં દૂર દૂર સુધી દેખાતો પણ નથી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષના શાસન દરમયાન તમામ ક્ષેત્રે વધુ ઠીકઠાક કરીને ગાડી પાટે ચડાવી દીધી છે. હવે આગામી પાંચ વર્ષ આ ગાડી પૂરપાટ વેગે દોડાવવા માટે ફરી એક વખત શ્રી નરેન્દ્ર મોદીને સત્તાનું સૂકાન સોંપવાની જરૂરીયાત ઉભી થઇ છે. ખાસ કરીને શ્રી નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બને તો ગુજરાતને તો બેય હાથમાં લાડુ છે. કેમ કે શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના હોમસ્ટેટ ગુજરાતમાં અનેક વિકાસ યોજનાઓ આપી છે. સૌથી મોટી વાત એ હતી કે, 2014માં વડાપ્રધાન બનતા જ સૌ પ્રથમ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સામેના તમામ અંતરાયો દૂર કરી દીધા હતા. ગુજરાતની સૌથી મોટી અને મહત્વાકાંક્ષી એવી નર્મદાયોજનાની વિરોધી લોબીને મ્હાત કર્યા બાદ રાજયના દરેક ગામડાને પાઈપલાઈનથી પીવાનું પાણી મળે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે વધુ એક સૌથી મોટી સૌની યોજના અમલી બનાવી હતી. વડાપ્રધાને સૌની યોજના બનાવી ત્યારે વિરોધીઓ આ યોજનાની મજાક ઉડાવતા હતા અને સૌની યોજનાના ભૂંગળામાંથી પાણી નહીં હવા નીકળશે તેવી મજાક ઉડાવતા હતા. પરંતુ શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની ભાજપ સરકારે મક્કમતા પૂર્વક આગળ વધી નેવાના પાણી મોભે ચડાવ્યા હોય તેમ સૌની યોજના થકી અન્ય જળાશયોમા પાણી ઠાલવવાનું શરૂ કરી દીધું છે. આજે સૌની યોજનાના ભૂંગળાઓમાંથી હવાના બદલે પાણીના ધોધ વધારી રહ્યા છે. નર્મદાથી માંડી કોસ્ટલ હાઈ-વે સુધીની અનેક મહાકાય યોજનાઓ મળી  કેન્દ્રમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર આવી ત્યારથી ગુજરાતને તો ‘મોસાળે જમણ અને માં પીરસે’ કહેવત જેવી સ્થિતિ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અનેક મોટી અને મહત્વાકાંક્ષી યોજનાઓ ગુજરાતને આપી છે. સૌ પ્રથમ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના તમામ અંતરાયો દૂર કરાવી સૌની યોજના અમલી બનાવવા ઉપરાંત રૂા.5000 કરોડના ખર્ચે ભાવનગરથી સોમનાથ સુધીનો સિમેન્ટ ક્રોંક્રીટનો કોસ્ટલ હાઈ-વે, ગાંધીનગરમાં દેશની આર્થિક કરોડરજજુ સમાન ગિફ્ટ સિટી, અમદાવાદ - ગાંધીનગર અને મુંબઇ વચ્ચે મેટ્રો રેલ પ્રોજેક્ટ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ઓખા-બેટ વચ્ચે સિગ્નેચર બ્રીજ, એઈમ્સ, અમદાવાદમાં આધુનિક હોસ્પિટલ સહિતની અનેક મહાકાય યોજનાઓ ગુજરાતને મળી છે. ગુજરાતમાં મુકવામાં આવનાર તમામ નાની-મોટી યોજનાઓ ફાસ્ટટ્રેક ઉપર મુકી નાણાના સભાવના કારણે કામ અટકે નહીં તે માટે વડાપ્રધાન કાર્યાલયમાંથી સીધુ મોનીટરીંગ કરવામાં આવે છે.
આઝાદી બાદ પ્રથમ વખત કેન્દ્ર સરકારમા ગુજરાતનો દબદબો વધ્યો છે. શ્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા જ ગુજરાતના અનેક આઈ.એ.એસ., આઈ.પી.એસ. અધિકારીઓ કેન્દ્ર સરકારના મહત્વના મંત્રાલયોમાં ફરજ ઉપર મૂકાયા છે. આ અધિકારીઓ ગુજરાતની તમામ સ્થિતિની વાકેફ હોવાથી ગુજરાતની વિવિધ યોજનાઓની મંજૂરી માટે પણ સરળતા અને સહાનુભૂતિ રહે છે.