બિલખાના ઉમરાળા ગામે છેલ્લા એક માસથી આતંક મચાવતા દીપડાને પાંજરે પૂરવામાં અંતે ફોરેસ્ટને સફળતાApril 20, 2019

  • બિલખાના ઉમરાળા ગામે છેલ્લા એક માસથી આતંક મચાવતા દીપડાને પાંજરે પૂરવામાં અંતે ફોરેસ્ટને સફળતા

જૂનાગઢ તા.20
બીલખા નજીકના ઉમરાળા ગામે છેલ્લા એક મહિનાથી ધામા નાખેલ દિપડાના કારણે ખેડૂતો વાડીએ પણ જઈ શકતા ન હતા ત્યારે આ બાબતની વન વિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગે પાંજરું મુકી આ દીપડાને પાંજરે પૂર્યો હતો.
જૂનાગઢ તાલુકાના બીલખા નજીક આવેલા ઉમરાળા ગામની સીમમાં એક દીપડો છેલ્લા એક મહિનાથી ધામા નાખીને પડ્યો હતો અને અવાર-નવાર મારણ કર્યા હોવાના પણ બનાવો બનતા ખેડૂતોમાં આ દીપડા પ્રત્યેનો ભય ઘુસી જવા પામ્યો હતો, પરંતુ જીવના જોખમે ખેડૂતો ખેતરે જતા હતા ત્યારે આ બાબત વન વિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગે ઉમરડા ખાતે પાંજરૂ ગોઠવી દેતા ગઈકાલે એક દિપડો પાંજરે પુરાઇ જતા ગ્રામજનોમાં રાહતની લાગણી પ્રસરી હતી.