વર્લ્ડ કપમાં ક્રિકેટરો પત્ની - ગર્લફ્રેન્ડસને સાથે રાખી શકશે પણ શરતોને આધિન !April 20, 2019

  • વર્લ્ડ કપમાં ક્રિકેટરો પત્ની - ગર્લફ્રેન્ડસને સાથે રાખી શકશે પણ શરતોને આધિન !


બીસીસઆઈએ 30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં થનારા આઈસીસીક્રિકેટ વર્લ્ડ કપ માટે ખેલાડીઓની વાઇફ એન્ડ ગર્લફ્રેન્ડ્સ યાત્રા નીતિને અંતિમ ઓપ આપ્યો છે. હવે એ સ્પષ્ટ છે કે ખેલાડીઓનાં પરિવારનો કોઈ પણ નજીકનો સભ્ય દોઢ મહિનાનાં વિશ્વ કપ આયોજન દરમિયાન ખેલાડી સાથે પંદર દિવસથી વધારે સમય નહીં વિતાવી શકે. જાણકારી પ્રમાણે ટીમ ઇન્ડિયા બ્રિટેન રવાના થયા બાદનાં શરૂઆતી 20 દિવસો સુધી ખેલાડીઓને વાઇફ એન્ડ ગર્લફ્રેંડનો સાથ નહીં મળે. ત્યારબાદ ટૂર્નામેન્ટ દરમિયાન જ્યારે સંભવ હોય, ત્યારે ખેલાડીનો પરિવાર તેમની સાથે 15 દિવસ સુધી રહી શકશે.આ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બીસીસીઆઈથી વર્લ્ડ કપ દરમિયાન કોઈપણ સમયે ખેલાડીઓ પોતાની ડબ્લયુએજીએસને સાથે રાખી શકે તેની પરવાનગી માંગી હતી, પરંતુ હવે તેમણે પણ વર્લ્ડ કપ માટે નક્કી કરવામાં આવેલી નીતિનું પાલન કરવાનું રહેશે. બીસીસીઆઈનાં એક અધિકારીએ પુષ્ટિ કરી કે, ટીમનાં મુખ્ય પ્રબંધને 15 દિવસની આ નીતિ પર વિચાર કર્યો છે. ભારતીય ટીમ 22 મેનાં રોજ બ્રિટેન માટે રવાના થશે.
એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે વાઇફ અને ગર્લફ્રેન્ડ ટીમની બસમાં નહીં, પરંતુ અલગ બસ અથવા કોઇ અન્ય રીતે યાત્રા કરશે. બધા ખેલાડીઓ ટીમ બસમાં જ યાત્રા કરશે. ઉલ્લેખનીય છે કે ભારતનાં ગત ઇંગ્લેન્ડ પ્રવાસમાં ખેલાડીઓએ પોતાની પત્ની ગર્લફ્રેન્ડ્સ સાથે ટીમ બસમાં યાત્રા કરી હતી. ઉલ્લેખનીય છે કે વિશ્વ કપ માટે પસંદગી પામેલા મોટાભાગનાં ભારતીય ખેલાડીઓ પરીણિત છે. જો કે ડબ્લયુએજીએસની હાજરીમાં ખેલાડીઓનાં પ્રદર્શનને લઇને ઘણી બધું કહેવામાં આવી રહ્યું છે. અનુષ્કા શર્મા સાથે લગ્ન બાદ વિરાટ કોહલીનું છે કે અનુષ્કાની ઉપસ્થિતિએ તેને ક્રિકેટમાં કેવી રીતે મદદ કરી છે.