આજથી હીટવેવ, પારો થશે 42 ડિગ્રીને પારApril 20, 2019

  • આજથી હીટવેવ, પારો થશે 42 ડિગ્રીને પાર

ભેજનું પ્રમાણ ઘટ્યું: સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી અંગ દઝાડતી લૂ વરસશે રાજકોટ તા.20
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી હિટવેવ શરૂ થશે તાપમાનનો પારો 42 ડીગ્રી આસપાસ પહોચી જવાની ધારણા વ્યકત કરવામાં આવી રહી છે ચાર-પાંચ દિવસ સુધી લોકોને કાળઝાળ ગરમીમાંથી મુકિત મળ્યા બાદ લોકો ફરી આકરી ગરમીમાં શેકાશે.
ગત સપ્તાહે રાજકોટ સહિત સૌરાષ્ટ-કચ્છમાં છુટાછવાયા સ્થળોએ કરા સાથે કમોસમી વરસાદ પડયો હતો. હવામાન પલ્ટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. હવે આકાશ સંપૂર્ણ સ્વચ્છ થતાં જ સૂર્યનારાયણ આકરા મિજાજમાં આવી ગયા છે. હવામાન પલ્ટાના કારણે ભેજનું પ્રમાણ વધી ગયું હતું ગઇકાલથી ભેજ ઘટી જતા હવે આકરો તાપ પડવાની આંશકા વ્યકત કરવામાં આવી રહી છે. આજથી જ સૂર્યનારાયણનું રૌરૂસ્વરૂપ જોવા મળે તેવા અણસાર મળી રહયા છે. આજે વ્હેલી સવારથી જ સૂર્યનારાયણ આકરા પાણીએ હોય આકરા દર્શન થયા હતા. આવતિકાલથી પારો 41 થી 42 ડીગ્રી આસપાસ પહોચી જવાની શકયતા વ્યકત કરવામાં આવી છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુતમ તાપમાનમાં પણ ઘટાડો નોંધયો હતો પરંતુુ આજ જ લઘુતમ તાપમાનનો પારો બે-ત્રણ ડીગ્રી વધી જતાં આકરા તાપના અણસાર મળી રહ્યો હતો પરંતુ આજથી પારો 40 ડીગ્રીને પાર થયો તેવા અણસાર મળી રહ્યા છે.
ગઇકાલે રાજકોટમાં 38.5, ભાવનગરમાં 37, પોરબંદરમાં 37.5, વેરાવળમાં 33.7, દ્વારકામાં 30.7, ઓખામાં 31.3, ભુજમાં 39.5, નલીયામાં 36.6, સુરેન્દ્રનગરમાં 39.3, કંડલામાં 38.63, અમરેલીમાં 38.6, મહુવામાં 38, દિવમાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.